ડાંગ

આહવા તાલુકાના જાખાના સરપંચનું વધુ એક પરાક્રમ, અડધી વરસાદી ગટરે પેમેન્ટ ચુકવ્યું

ડાંગ જિલ્લા પચાયતનાં આહવા તાલુકા પચાયત હસ્તકનાં જાખાનાં ગ્રામ પચાયત માં વર્ષ-2021-2022 માં સરકારની 15માં નાણાંપંચ યોજના માંથી રૂ.4 લાખ નાં ખર્ચે જાખાનાં ગામ મુખ્ય રસ્તાથી મધુભાઈ લાહનુભાઈ ચૌધરીનાં ધર સુધી 170 મીટર વરસાદી ગટરનું કામ મંજુર થયું હતુ. જેનું કામ ગ્રામ પચાયતનાં સંરપચ કેલુંબેન સંજય તથા તલાટી કમ મંત્રીએ કર્યુ હતું.

ગામનાં લોકોનાં જણાવ્યાં અનુસાર ગટરનું કામ કરતી વખતે નદીનું માટી વાળુ ભાઠું, નિમ્નકક્ષાની ઈંટ વાપરી કામમાં વેઠ ઊતારી કટકી કરી પોતાનાં ગજવાં ભર્યા છે. આ ગટર મુખ્ય રસ્તાથી ધર સુધી 170 મીટરની કરવાની હતી પરંતુ સ્થળ પર માત્ર મુખ્ય રસ્તાથી સરપચનાં ધર સુધી અંદાજીત 90 મીટરની બનાવી છે જયારે 80 મીટર ગટરનું કામ કાગળ પર જ પુરું કરી ચાર લાખ મંજુર કરી ગપચાવી ગયાં છે.

વહીવટી તંત્રની લાલ આંખ જરૂરી

અમારા ધર સુધી ગટર બનાવવાનાં હતાં પરંતુ સરપચનાં ધર સુધીજ ગટર બનાવી છે 80 મીટર ખાઈ ગયાં છે. અમે ગટર માટે જમીન આપવાનાં હતાં પરંતુ તેઓ અડધી ગટર બનાવી છે. ઊપરથી વરસાદનું પાણી અમારા ધરોમાં ભરાઈ જાય છે. નવી ગટર નહી બનાવી તો સામે જુની ગટર રિપેરીંગ કરી આપવા જણાવ્યું હતું તે પણ બનાવી નથી ગામના વિકાસ માટે આવતી ગ્રાન્ટને પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી સમજતા સરપંચો સામે ડાંગ વહીવટી તંત્ર લાલા આખ કરે તે જરૂરી છે. – મધુભાઈના પુત્ર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button