બારડોલી

આવતીકાલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ઉમા મંગળ હોલ ખાતે કાર્યકરોને સંબોધશે; આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરો પણ હાજર રહેશે

લોકસભાની ચૂંટણીને બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. આગામી 7 તારીખે ગુજરાતની 26 લોકસભા બેઠકનું મતદાન પણ થનાર છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દીધો છે. એડીચોટીનું જોર લગાવી રેલીઓ, સભા, ઘરે ઘરે જઈ મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે આવતીકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કામરેજ તાલુકાની મુલાકાતે આવશે. કામરેજ ગામે આવેલા ઉમા મંગળ હોલ ખાતે હાજર કાર્યકરોને સંબોધશે અને લોકસભાની ચૂંટણીને લઈને જરૂરી માર્ગદર્શન આપશે.

પ્રદેશ પ્રમુખના પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિ સિંહ ગોહિલના કામરેજના પ્રવાસને લઈને સુરત જિલ્લા કોંગ્રેસ તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનહર પટેલ, કામરેજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભગવાન ભોકળવા સહિતના નેતાઓ કાર્યક્રમને સફળ બનાવવા કામે લાગી ગયા છે. આ બેઠકમાં બારડોલી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરો પણ હાજર રહેશે.

Related Articles

Back to top button