નર્મદા

શ્રી નવજીવન આદીવાસી મહીલા વિકાસમંચ સાગબારા ખાતે પરંપરાગત બીજ મેળાનું તથા મહીલાઓના વારસાઈ હક્ક વિશેનો જાગૃત્તિ અભિયાન

પરંપરાગત બિયારણ અને દસ્તાવેજીકરણ દ્રારા તેમજ મહીલાઓને વારસાઈ હક્ક આપવાથી આત્મવિશ્વાસ વધશે

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા મથકે પરંપરાગત અલિપ્ત થતાં બિયારણોની વિવિધતા શોધવા તથા ખેતીમાં મહીલાઓ ખેતીમાં ૪૦ થી ૬૦ ટકા જેટલું કાર્ય કરતી હોવાથી તેમને વારસાઈ હક્ક આપવાથી મહીલાઓને સશ્કત બનાવવા તથા વિશ્વાસમાં વધારો કરવાના હેતુથી શ્રી નવજીવન આદીવાસી મહીલાં વિકાસમંચ સાગબારા ખાતે જાગૃત્તિ અભિયાનના આયોજનમાં આત્માના પ્રતિનિધિઓ ,મહીલા કૃષિ યોજનાના પ્રભાવકો સ્વભુમિ કેન્દ્ર સહીતના પ્રતિષ્ઠિત ભાગીદારોની હાજરીએ આંતરદ્રષ્ટિ આપી હતી.

વધતાં જતાં આધુનિક ટેકનિકલ યુગમાં ખેતીમાં પણ વિવિધ જાતના બિયારણો વધતાં જુના બિયારણો અલિપ્ત થવાનાં કારણે માનવ વધુ ઉત્પાદનો લેવાની લાલચે આધુનિક બિયારણો વાપરતો થયો .તે કારણે અનેક પ્રકારના રોગો કુપોષણ જેવી સમસ્યાઓ ઉભી થઈ છે.અને આયુષ્યમાં ધટાડો થતો જોવા મળી રહ્યો છે.કારણ પરંપરાગત બિયારણો જે સશક્ત હતાં. અને વિવિધતા હતી તે. ટેકનિકલ યુગના બિયારણોમાં નથી. અને કેટલાંક પરંપરાગત વર્ષોથી ખેતીમાં વપરાતાં હતાં. તે નવા નવા સંશોધનોને કારણે નષ્ટ થઈ રહ્યાં છે. અને હાલમાં પડતી મુશ્કેલીઓને કારણે પરંપરાગત અને જૂના બિયારણો જેવાંકે લાગલી,બંટી,રાલો,કોદરા,મોર્યુ,પાદલો,ડોડા,લાલજુવાર,કાળી જુવાર,દાદર,દેશી ડાંગર,આંબા મૌર ડાંગર,ચણાં,મગ,મઠ,ચોળી,તુવેર ,કાકડી (તોહાં),ખાટો પેંડો,ડોટકા,ગલકાં,પહોરા,પાપડી,વલકુળા,કાંદા,ભીંડા,મરચા,અજમો,કાળીતલ,સફેદ તલ,એરંડા(દિવેલા) વગેરે બીજનું નિદર્શન ગામડાઓમાંથી મહીલા ખેડુતો દ્રારા યોજવામાં આવ્યુ હતું.અને બીયારણોની જાળવણી અને દસ્તાવેજીકરણ દ્રારા મહીલા ખેડુતોને સશક્ત બનાવ્યાં છે.

ભારત કૃષિ પ્રધાન દેશ છે.ખેતીમાં ૪૦ થી ૬૦ ટકા કામ કરતી મહીલાઓને ખેડુત તરીકે ઓળખવામાં આવતાં નથી.આવુ થવાનું કારણ મહીલાઓના નામે જમીન નથી.અને મહીલાઓ ઉપર થતાં અત્યાચારો મહીલાઓના નામે જમીન-સંપત્તિ ન હોવા સાથે સીધો સંબંધ ધરાવે છે.મહીલાઓ પુરૂષો કરતાં વધુ ઘનિષ્ઠ રીતે ખેતી સાથે સંકળાયેલ હોવાછતાં વાસ્તવિકતા એ છે.કે મહીલાઓને ખેતીની જે જમીનો પર ખેડ કરે છે.તેની તેઓ ભાગ્યે જ માલિક છે.ગુજરાતમાં ” સ્ત્રી અને જમીન માલિકી” ના કાર્યરત ૧૭.સ્વૈચ્છિક સંસ્થાઓના જૂથ દ્રારા થયેલ ૨૩ ગામોનો અભ્યાસ દર્શાવે છે.કે,૨૩ ગામોમાં ૪૭૪૯ કુટુંબોમાંથી ૪૧૮૮ પુરૂષોને નામે જમીન હતી.જ્યારે ૫૬૧ મહીલાઓને નામે જમીન હતી. એટલે માત્ર ૧૧.૮ ટકા જમીન હતી.અને ૫૬૧ મહીલા જમીન માલિકમાંથી ૪૮ ટકા તો વિધવા મહીલાઓ હતી.પરંતુ ભારતના બંધારણ કલમ અનુચ્છેદ ૧૪ માં અમલ છે.છતાં દરેક ધર્મમાં સ્ત્રીઓને સમાનતાં મળતી નથી.તે અંગે વર્ષોથી માનવ અધિકાર અંગે કાર્યરત સ્ત્રી સંસ્થાઓ ઝઝુમતી હોવા છતાં કોઈપણ કાયદાઓમાં સમાનતા મળતી નથી.પરંતુ સને -૨૦૦૫ માં પહેલી વખત સ્ત્રીઓને સમાન વારસ હક્ક આપવાનો મહત્વનો સુધારો અસ્તિત્વમાં આવતાં તે ખરડાને ભારતના રાષ્ટ્રપતિએ તા.૫-૯-૨૦૦૫ ના રોજ મંજુરીની મહોર મારી સ્ત્રીઓને હવે જમીન- સંપત્તિમાં ભાગીદાર હોવાનો અધિકાર પ્રાપ્ત થયો છે.

હારમાં સ્ત્રીઓને વારસાઈ હક્ક પ્રાપ્ત થવાને કારણે આત્મવિશ્વાસ વધશે અને વધતી જતી આધુનિકયુગમાં પરંપરાગત જૂના બિયારણોનું મહત્વ શુ હતું.તે અંગે પ્રક્ટીકલી સમજ પડતાં જૂના પરંપરાગત બીયારણો તરફ વળવાની જરૂરીયાત ઉભી થઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button