નર્મદારાજનીતિ

નર્મદાની તાલુકા પંચાયતોના સભ્યો માટે એક દિવસીય પોઇચા ખાતે તાલીમ વર્ગ

આ પ્રશિક્ષણ વર્ગ ખૂબ સારી રીતે યોજાય અને આવનાર તાલુકા પંચાયતના સદસ્યો ને કોઈ તકલીફ ન પડે તે બાબત ની બેઠક યોજાઈ હતી.
આ બેઠક નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને પ્રશિક્ષણ વર્ગ ના ઇન્ચાર્જ અને નર્મદા જિલ્લા ભાજપના મહામંત્રી નિલ રાવની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમની સાથે મહામંત્રી વિક્રમ તડવી, ઉપ પ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહિલ, અરવિંદ પટેલ, જયેન્દ્ર પ્રજાપતિ, સહીત પાંચ તાલુકા ના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. નાંદોદ, ગરુડેશ્વર, તિલકવાડા, ડેડીયાપાડા અને સાગબારા આ 5 તાલુકા પંચાયતના પ્રશિક્ષણ વર્ગ જેમાં 66 જેટલા સદસ્યો અપેક્ષિત રહેનાર છે. આ પ્રશિક્ષણ વર્ગમાં પ્રદેશ કક્ષાએથી પ્રવક્તાઓ પણ આવનાર છે. વ્યવસ્થાની બેઠક માં ભાજપના કાર્યકર્તાઓ ને જવાબદારી સોંપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ઘણાબધા જિલ્લાઓમાં સ્નેહમિલન માં જૂથબંધીઓ પાર્ટીમાં તરી આવતા નારાજ કાર્યકરો અને હોદેદારોને આવી પ્રશિક્ષણ શિબિરોમાં સમજાવવા માં આવતા હોય છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ અનેક ઘટનાઓ બની છે. જે તમામ ને સમજાવવા સાથે જેને લઈને પ્રશિક્ષણ વર્ગ રાખવામાં આવ્યો છે તેવા તાલુકા ના હોદેદારોને જરૂરી માહિતી આપવાની સહીત સંઘઠન અને સરકારની યોજનાઓ ગામેગામ પહોંચે જેની પણ સૂચના આપવા સાથે મજબૂત સંઘઠન બનાવવા આવા પ્રશિક્ષણ વર્ગો નું આયોજન થતું હોય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button