ભરૂચરાજનીતિ

ગુજરાતના રાજકારણમાં નવા પક્ષની એન્ટ્રીથી હડકંપ, મોટી વૉટબેંક ટાર્ગેટ થતું નામ રખાયું

લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ જવા પામી છે. થોડા સમય પહેલા જ BTP ના અધ્યક્ષ ભાજપમાં જોડાયા હતા. પુત્ર ભાજપમાં જોડાતા પિતાએ આ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી. આજે આદિવાસી નેતા દ્વારા નવો પક્ષની સ્થાપના કરતા ફરી રાજકારણમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

લોકસભા 2024 ની ચૂંટણીની જાહેરાત થઈ જવા પામી છે. ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા મોટા ભાગના ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા છે. આદિવાસી નેતા છોટુ વસાવાએ નવો પક્ષ ” ભારત આદિવાસી સેના”  નામનાં સંગઠનની સ્થાપના કરી છે. સંગઠનનાં હોદ્દેદારોની આગામી સમયમાં વરણી કરવામાં આવશે. તાજેતરમાં જ છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ભાજજમાં જોડાયા છે.

છોટું વસાવા પણ ચૂંટણી જંગમાં ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા

ભરૂચ લોકસભા સીટની વાત કરીએ તો ભરૂચ લોકસભા સીટ પર કોંગ્રેસ તેમજ આપ દ્વારા ગઠબંધન સાથે લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી છે. આપ દ્વારા ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે. તો બીજી તરફ ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે. બંને ઉમેદવારો દ્વારા જીત હાંસીલ કરવા માટે એડીચોટીનું જોડ લગાવવામાં આવી રહ્યું છે.  ત્યાં જ છોટુ વસાવાએ નવા સંગઠનની સ્થાપના કરતા તેઓ દ્વારા પણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

ભાજપમાં જોડાયા બાદ પિતા પુત્ર વચ્ચે ઘમાસાણ મચ્યું હતું

BTP ના અધ્યક્ષ મહેશ વસાવા તાજેતરમાં જ તેઓનાં સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. મહેશ વસાવા દ્વારા ભાજપમાં જોડાવાની જાહેરાત કરતા તેઓનાં પિતા મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી હતી. જેથી પિતા પુત્ર વચ્ચે ખટરાગ વધ્યો હતો. તેમજ આ બાબતે જે તે સમયે છોટુ વસાવાએ નિવેદન આપ્યું હતું કે, સમાજ છોડીને કેમ જાય છે, તે મહેશ વસાવાને પૂછો. કોઈ તો કારણ હશે ને તે જવાબ આપશે. મહેશ વસાવાની ભાજપમાં જોડાવાની જાહેરાત બાદ બંને પિતા-પુત્ર વચ્ચે ઘમાસાણ મચ્યું હતું.

ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે

લોકસભાની ચૂંટણી લઈ ભાજપએ ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી ઉમેદવાર ચૈતર વસાવા સામે મજબૂત ટક્કર લેવા માટે રાજકીય ચોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. જેનો માસ્ટર સ્ટોક પ્રથમ મહેશ વસાવાને ભાજપમાં લઈ જવાનો કહી શકાય. અત્રે જણાવીએ કે, ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે. ત્યારે એક ડેડિપાડા બેઠક પર આપનો પ્રભાવ છે અને જ્યાં ટક્કર લેવા માટે મહેશ વસાવાને ભાજપમાં જોડાયા છે.

વર્ષ 2017માં મહેશ વસાવા દેડિયાપાડા બેઠક જીત્યા હતા

દક્ષિણ ગુજરાતના ડાંગથી ઉત્તર ગુજરાતના દાંતા સુધીના બેલ્ટમાં આદિવાસીઓની એક કરોડ જેવી વસ્તી છે.  ચૂંટણીમાં આદિવાસી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. દેડિયાપાડા વિધાનસભા બેઠક 2017માં BTPના ઉમેદવાર એટલે કે મહેશ વાસાવા જીત્યા હતા. મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટીના મોતીલાલ વસાવાને 21,751 મતોથી મ્હાત આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button