નર્મદાભરૂચરાજનીતિ

પુત્ર મહેશના ભાજપમાં જોડાવાના નિર્ણયથી આદિવાસી નેતા છોટુ વસાવા નારાજ, દર્દ છલકાયું

આગામી લોકસભા ચૂંટણીમાં ભરુચ બેઠક સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યો છે. કોંગ્રેસની ઉમેદવારીની આશાઓ પર પાણી ફરી વળ્યું છે તો બીજી તરફ આદિવાસી નેતા છોટુભાઈ વસાવા પણ દુઃખી છે. પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાવાની જાહેરાત કરતા નિર્ણયથી આદિવાસી નેતા છોટુભાઈ વસાવા નારાજ છે જેમણે મીડિયા સમક્ષ હૈયાવરાળ ઠાલવી હતી.

  • પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાવાની જાહેરાત કરતા નિર્ણયથી આદિવાસી નેતા છોટુભાઈ વસાવા નારાજ છે જેમણે મીડિયા સમક્ષ હૈયાવરાળ ઠાલવી હતી

  • આગામી લોકસભા ચૂંટણીમાં ભરુચ બેઠક સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યો છે. કોંગ્રેસની ઉમેદવારીની આશાઓ પર પાણી ફરી વળ્યું છે

છોટુભાઈ વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં ભારતીય જનતા પાર્ટી પાર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા.તેમણે કહ્યું કે દેશ લોકશાહી ખતમ કરવાના આક્ષેપ કર્યા હતા. આ ઉપરાંત પુત્રના પક્ષ છોડી ભાજપમાં જોડાવાના નિર્ણય સામે તેમણે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે BTP અધ્યક્ષ સમર્થકો સાથે તા 11મી માર્ચે ભાજપનો ખસે ધારણ કરવા જઈ રહ્યા છે.

શું કહ્યું છોટુ વસાવાએ?

પુત્ર મહેશ વસાવા જેવા હજાર જણા પણ ભાજપમાં જતા રહે તો પણ કોઈ ફેર પડવાનો નથી. એ કેમ ભાજપમાં ગયો તે તેને પૂછો. કયા લાભ માટે ગયો તે તેને પૂછો. ભાજપ પાસે પોતાનું કોઈ નથી એટલે કોંગ્રેસ અને બધાનો કચરો ભાજપ ભેગો કરી રહ્યું છે. ભાજપને લડત આપીશું. દેશ આખો ભાજપ વિરુદ્ધ લડશે. ઈલેક્શન જાહેર થવા દો ઉમેદવારના નામ જાહેર કરીશું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button