ઓલપાડ

સાયણ સુગર મિલમાં શેરડીનું વાહતુક કરતા ટ્રકચાલકો હડતાલ પર ઉતર્યા

સુગર મિલ પાસે માત્ર છથી સાત કલાક ચાલે એટલો જ જથ્થો

સરકાર દ્વારા વાહલચાલકો માટે નવા કાયદોમાં જે સુધારો કરવામાં આવી રહ્યો છે. જેને લઈ સમગ્ર દેશમાં વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દેશમાં ઠેરઠેર વાહનચાલકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કાયદો પાછો ખેંચી લેવા વાહનચાલકો માગ કરી રહ્યા છે. ત્યારે આજે સુરત જિલ્લાની અતિ મહત્વની ગણાતી સાયણ સુગર મિલમાં શેરડીનું વાહતુક કરતા ટ્રકચાલકો હડતાલ પર ઉતરી ગયા છે. જેને લઇ સુગર મિલના સંચાલકો ચિંતિત જણાય રહ્યા છે. સુગર મિલ સંચાલકો દ્વારા ચાલકોને કાયદા બાબતે સમજ આપવામાં આવી હતી. પોલીસ પણ બોલાવવામાં આવી હતી અને પોલીસે પણ ટ્રકચાલકોને સમજાવ્યા હતા, પરંતુ ચાલકો ટસના મસ થયા ન હતા. જ્યાં સુધી કાયદો પાછો લેવામાં ના આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવા મન બનાવ્યું હતું.

સરકાર દ્વારા કાયદાની અંદર જે સુધારા કરવામાં આવ્યા છે. નવા કાયદાની જોગવાઈ મુજબ ટ્રકચાલકને 7 લાખ રૂપિયાનો દંડ અને 10 વર્ષ સજાની જોગવાઈ કરી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જેને લઈને ટ્રકચાલકો રોષે ભરાયા છે. ટ્રકચાલકોનો મહત્તમ પગાર 10થી 15 હજાર રૂપિયા હોય છે. જો અકસ્માત સર્જાય અને પૈસા ભરવાના આવે તો ટ્રકચાલક આ પૈસા ક્યાંથી ભરે એ સૌથી મોટો પ્રશ્ન છે. ઉપરાંત જો ટ્રકચાલકને સજા થાય તો પછી તેના પરિવાર નું શુ?

જોકે ટ્રકચાલકો સાથે સાથે ટ્રકમાલિકોને પણ એટલી જ ચિંતા સતાવી રહી છે. હાલ થોડા સમય પહેલા જ કમોસમી વરસાદને લઈ 5 દિવસ સુગર મિલ બંધ કરવાની ફરજ પડી હતી. હવે પાછા ટ્રકચાલકો હડતાળ પર ઉતરી જતા ફરી જો મિલ બંધ કરવી પડી તો ટ્રકમાલિકોને લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી પડી શકે તેમ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button