તાપી

તુલસા ગામમાં લાખોના ખર્ચે બનેલી પાણી સુવિધા ક્યારે શરૂ થશે; લોકો કાંગડોળે બેસી મૂહુર્તની રાહ જોઈ રહ્યા છે

તાપી જિલ્લાના છેવાડાના કુકરમુંડા તાલુકાના રાજપુર ગ્રામ પંચાયતમાં સમાવેશ તુલસા ગામમાં ગામજનોને પીવાનું પાણી અને ઘર વપરાશ સહીત મૂંગા પશુઓને પીવાનું પાણી મળી રહે તે માટે ગત વર્ષ 2022/23માં તાલુકા કક્ષાના 20% અને 15માં નાણાપંચ યોજના હેઠળ લાખોના ખર્ચે બોરવિથ, સિન્ટેક્ષ ટાંકી, પાઈપ લાઈન અને નળ કનેક્શન સહીત પાણીની સુવિધા ઉભી કરવા અંગે મંજૂરી મળી હતી. જોકે ગામમાં પાણીની સુવિધાની તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવેલ છે. પરંતુ આ પાણીની સુવિધા શરૂ કરવા માટે તંત્રને હજુ સુધી ખાત મુહૂર્ત મળ્યું નથી. હાલ આ પાણીની સુવિધા બંધ હાલતમાં જોવા મળી રહી છે.

એક તરફ ઉનાળાની શરૂઆત થવાની તૈયારી હોય અને બીજી તરફ તુલસા ગામમાં લાખોના ખર્ચે બનેલ પાણીની સુવિધા જ બંધ હાલતમાં હોય, એ તો કેટલું યોગ્ય કહેવાય, ગામમાં ગામજનોને પીવાનું પાણી તેમજ ઘર વપરાશનું પાણી સહીત મૂંગા પશુઓને પીવાનું પાણીની સુવિધા સમયસર અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે હેતુથી તુલસા ગામમાં સરકાર દ્વારા તાલુકા કક્ષાના 20% અને 15 માં નાણાંપંચ યોજના હેઠળ લાખોના ખર્ચે પાણીની સુવિધા ઉભી કરી છે. પરંતુ આ પાણીની યોજનાનો લાભ આજ દિન સુધી ગામજનોને મળ્યો જ નથી. ગામમાં ઉભી કરવામાં આવેલ આ પાણીની સુવિધામાં હજારો લીટરની ક્ષમતા ધરાવતી સિન્ટેક્ષ ટાંકી, બોર, પાઇપ લાઈન, નળ કનેકશન, તેમજ સિન્ટેક્ષ ટાંકી મુકવાનું સ્ટેન્ડ, સહીત વીજ જોડાણની કામગીરી છેલ્લા કેટલાક દિવસ પૂર્ણ થઇ ગયેલ હોવા છતાં પણ પાણીની સુવિધા શરૂ કરવામાં આવેલ નથી. ઉલ્લેખનીય એ છે કે, આવનાર દિવસોમાં ઉનાળા ઋતુની શરૂઆત થવાની તૈયારી છે અને તુલસા ગામના ગામજનોઓ માટે ગામમાં લાખોના ખર્ચે ઉભી કરવામાં આવેલ પાણીની સુવિધાની કામગીરી પૂર્ણ હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા પાણીની સુવિધા શરૂ કરી નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button