નર્મદા

સાગબારા અને દેડિયાપાડા ખાતે કાર્યરત મોબાઈલ મેડિકલ યુનિટ માટે બે એમ્બ્યુલન્સ ફાળવાઈ

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોની સુખાકારી, આરોગ્ય લક્ષી સુવિધાઓને વધુ સઘન અને અસરકારક બનાવવા માટે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજરોજ બે આરોગ્ય કેન્દ્રોને ફાળવવામાં આવેલી નવી એમ્બ્યુલન્સને જિલ્લા પંચાયત કચેરીએથી રવાના કરાઈ હતી.

નર્મદા જિલ્લાના સાગબારા અને દેડિયાપાડા ખાતે વર્ષ 2014થી મોબાઈલ મેડિકલ યુનિટ કાર્યરત છે. આ બંને વિસ્તારના દર્દીઓને આરોગ્યલક્ષી સેવાઓ મળે તે માટે નવા બે વાહનો ફાળવવામાં આવ્યા છે. જેમાં લેબોરેટરીને લગતા સાધનો, ડિજિટલ બ્લડપ્રેશર મોનિટર વગેરે દવાઓ અને પ્રાથમિક સારવારને લગતી સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આજરોજ બંને મોબાઈલ મેડિકલ યુનિટને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જનકકુમાર માઢક, જિલ્લા એપેડેમિક ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ, આરસીએચઓ ડૉ.મુકેશ પટેલ, તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં અન્ય અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્થિતિમાં રિબીન કાપી લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવી હતી. આ મોબાઈલ મેડિકલ યુનિટ થકી ડેડિયાપાડા તાલુકાના 21 ગામો અને સાગબારા તાલુકાના 30 ગામના લોકોને લાભ મળી રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button