બારડોલીમાંડવીરાજનીતિ

ધારાસભ્ય ગણપત વસાવા અને હર્ષદ ચૌધરીએ પોતાની દાવેદારી કરી

માંગરોળ વિધાનસભા વિસ્તારના ભાજપના બે અગ્રણી આગેવાનોએ પ્રથમ વાર 23 બારડોલી લોકસભા બેઠક ઉપર ટિકિટ માટે નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવતા માંગરોળ વિધાનસભા મતવિસ્તાર સહિત સમગ્ર જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપના પ્રદેશ અને જિલ્લા સમિતિ દ્વારા અચાનક ટૂંકા સંદેશ મોકલી અપેક્ષિતો ને સેન્સ પ્રક્રિયા માટે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું હતું બારડોલી ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા પ્રદેશ ભાજપના નિરીક્ષકો સમક્ષ યોજવામાં આવી છે જેમાં આમતો પ્રદેશના નિરીક્ષકો સમક્ષ સુરત અને તાપી જિલ્લાના આઠથી દસ જેટલા આગેવાનોએ લોકસભાની ટિકિટ માટે દાવેદારી નોંધાવી હોવાનું જાણવા મળી રહ્યું છે જેમાં વર્તમાન સાંસદ પ્રભુભાઈ વસાવા, સાથે માંગરોળ વિધાનસભા મતવિસ્તાર માંથી પ્રથમ વાર ભાજપના બે ધુરંધરો એ બારડોલી લોકસભા બેઠક ઉપર ટિકિટ માંગી છે લોકસભાની પાછલી બે ત્રણ ટર્મથી માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા ગુજરાતના રાજકારણમાં રહેવા માંગતા હોવાથી તેઓ લોકસભાની દાવેદારીથી દૂર રહ્યા હતા અને ઉમેદવારોને જીતાડવાની જવાબદારી લેતા રહ્યા છે, પરંતુ હાલમાં ભાજપના કદાવર આદિવાસી નેતા અને ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ બારડોલી લોકસભા બેઠક ઉપર દાવેદારી નોંધાવી ચૂંટણી લડવાની પ્રથમ વાર ઈચ્છા બતાવી છે જ્યારે બીજી તરફ માંગરોળ વિધાનસભામાંથી સુરત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરત જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ ભાજપની પ્રદેશ સમિતિઓમાં રહી ચૂકેલા તેમજ સહકાર ક્ષેત્રે સંસ્થાઓ સાથે જોડાયેલા ભાજપના પીઢ આગેવાન હર્ષદભાઈ ચૌધરીએ બારડોલી લોકસભા બેઠક ઉપર પોતાની દાવેદારી નોંધાવી છે જેથી માંગરોળ વિધાનસભા વિસ્તારમાંથી જ બે ધુરંધર નેતાના નામો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button