નર્મદા

સાગબારાના પાડા ગામે કારે બાઇકને અડફેટે લેતાં બેના મોત

કારે બાઇકસવારને અડફેટે લેતાં બેના મોત મળતી માહિતી અનુસાર દેડીયાપાડા તાલુકાના આંજણવાઇ ગામના વિલાસભાઈ સામસીંગભાઈ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ ફોરવ્હીલ વાનના ડ્રાઇવરે તેની ફોરવ્હીલ ગાડી પુરપાટ હંકારી લાવી તેમના ભાઈની મોટર સાઈકલને ટક્કર મારી એક્સીડેન્ટ કરી હતી.

આ બનાવમાં ડેડીયાપાડાના અતુલ અને સોનગઢ ના સાવન વસાવાનું કરૂણ મોત નીપજ્યું હતું અને ગાડીચાલક સ્થળ ઉપર ગાડી મુકી નાસી જઇ ગુનો કરતા સાગબારા પોલીસે ફોરવ્હીલના ચાલક વિરૂદ્ધ ગોનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related Articles

Back to top button