ગુનોમાંડવી

ખેડપુર ગામે લૂંટની ઘટનાને અંજામ આપનારાઓમાંથી LCBએ ચાર પૈકી બે ઇસમોને દબોચી લીધા

ખેડપુર ગામે પશુપાલક અને મજૂરને બંધક બનાવી લૂંટ આચરી હતી

સુરત જિલ્લાના માંડવી તાલુકાના ખેડપુર ગામે ગત 08મીની રાત્રે આવેલા પશુઓના તબેલામાં સુતેલા પશુપાલક અને મજૂરને બંધક બનાવી લૂંટ ચલાવનાર બે ઈસમોની સુરત જિલ્લા એલસીબીની ટીમે ધરપકડ કરી હતી.

ગત 08મીના રોજ રાત્રિના 01 વાગ્યે માંડવી તાલુકાના ખેડપુર ગામે રહેતા જેસાભાઈ ભરવાડના તબેલામાં લૂંટારુઓ ત્રાટક્યા હતા. ચાર જેટલા ઈસમોએ જેસાભાઈને પકડી રાખી તેના ખિસ્સામાંથી 6 હજાર રૂપિયા રોકડા અને રૂમની ચાવી લઈ લીધા બાદ રૂમમાં મુકેલા કબાટમાંથી 50,000 રોકડા અને સોનાની કડી કિંમત રૂ.10,000ની લૂંટ કરી જેસાભાઈ અને તેના મજુરને દોરી વડે બાંધીને નાસી છૂટ્યા હતા. આ ઘટના અંગે માંડવી પોલીસ મથકમાં 10 દિવસ બાદ 18મી ફેબ્રુઆરી રવિવારના રોજ ફરિયાદ નોંધાઈ હતી.

એલસીબી પોલીસની ટીમે બાતમીના આધારે હાલ લૂંટ ચલાવનાર બીપીન ભલજીભાઈ ચૌધરી (રહે.ખેડપુર.તા.માંડવી) અને પ્રતિક તરૂણભાઈ શાહ (રહે.માંડવી હોળીચકલા)ની ધરપકડ કરી હતી. આ બંને શખ્સોએ બહારથી માણસો બોલાવી લૂંટ કરાવી હોવાની કબુલાત કરી હતી. પોલીસે મહારાષ્ટ્રના માલેગાવ ખાતે રહેતા નાઈમ અને વસીમ સહિત પાંચ ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. તેમની પાસેથી 13,000 રોકડા અને 10,000ના મોબાઈલ ફોન મળી કુલ 23,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button