તાપી

હાઇકોર્ટના હુકમ બાદ કાર્યવાહી ન થતાં તાપી જિલ્લા કલેક્ટરને ઉકાઈ અસરગ્રસ્તોનો રોજગારીનો પ્રશ્ન ન ઉકેલાય ત્યાં સુધી ભથ્થું આપવા રજૂઆત કરવામાં આવી

ઉકાઈ ડેમ બનવાના કારણે અસરગ્રસ્ત બનેલા આદિવાસી પરિવારના ભણેલા દીકરા દીકરીઓને રોજગાર આપવા અથવા બેરોજગારી ભથ્થું આપવાની માંગ સાથે તાપી કલેકટરને રજૂઆત થઈ હતી.આ અંગે ઉકાઈ ડેમ થી અસરગ્રસ્ત બનેલાં શિક્ષિત બેરોજગાર એવાં આદિવાસી સમાજ ના યુવક યુવતીઓ એ જણાવ્યું કે ગત તા. 10/07/23 ના રોજ આપેલા આવેદનપત્ર ના અનુસંધાને રોજગારી આપવા માટે સમિતિ ની રચના કરવામાં આવી હતી. આ સમિતિ ને મળેલી સમીક્ષા બેઠક આસી.કમિશનર અને જનરલ મેનેજર ની અધ્યક્ષતામાં મળી હતી.જો કે આ બેઠકમાં પણ કોઈ ઠોસ નિર્ણય લેવામાં ન આવ્યો હતો.

આ પહેલાં પણ થયેલી મિટિંગ માં સપ્ટેમ્બર 2023 માં ભરતી મેળો યોજાશે એવું જણાવવામાં આવ્યું હતું પણ આવો કોઈ મેળો યોજાયો ન હતો. આ સમગ્ર પ્રકરણ ઠેઠ હાઇર્કોટે સુધી પહોંચ્યું હતું અને નામદાર જજ દ્વારા આ અરજદાર ના તરફેણ માં ચુકાદો આવ્યો હતો એવું અરજદારો કહે છે પણ હાઈકોર્ટ ના હુકમ નો પણ હાલ અનાદર થઈ રહ્યો છે એવું લાગે છે. અન્યાય નો ભોગ બનેલાં બેરોજગાર યુવક યુવતીઓ દ્વારા ફરી એક વાર તાપી જિલ્લા કલેક્ટર ને રૂબરૂ મળી તેમને રોજગારી ના અવસર પુરા પાડવા આગ્રહ કરવામાં આવ્યો હતો અને જ્યાં સુધી તેમને યોગ્ય રોજગાર ન મળે ત્યાં સુધી બેરોજગારી ભથ્થું આપવા ની પણ માંગ કરવામાં આવી હતી. આ અંગે ટૂંક સમય માં કોઈ નિર્ણય લેવામાં ન આવે તો શિક્ષિત બેરોજગાર યુવક અને યુવતીઓ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવા ની તૈયારી કરી રહ્યાં છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button