ગુજરાત

ભર ઉનાળે કમોસમી વરસાદ, હવામાન વિભાગે ચાર દિવસ માટે કરી માવઠાની આગાહી

ભરઉનાળાના આ સમયમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.. હવામાન વિભાગે આગામી 13 તારીખથી લઇને 17 તારીખ સુધીમાં રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.

એપ્રિલ મહિનો બેસે 10 દિવસ જેટલો સમય થઇ ગયો છે.. અને હવે ગરમી ધીરે-ધીરે વધી રહી છે.. સામાન્ય રીતે આ એવો સમય છે જયારે ગરમી ધીરે-ધીરે વધવાની શરૂઆત થાય છે.. અને મે મહિનામાં ગરમી તેની ચરમસીમા પર પહોંચી જાય છે.. જો કે  ભરઉનાળાના આ સમયમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે..  હવામાન વિભાગે આગામી 13 તારીખથી લઇને 17 તારીખ સુધીમાં રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.

આ દિવસો દરમ્યાન વરસાદની આગાહી 

હવામાન વિભાગે ગરમી અને કમોસમી વરસાદને લઇને આગાહી કરી છે.. આ આગાહી પ્રમાણે આગામી 3 દિવસ વાતાવરણ સુકું રહેશે..  13થી 16 એપ્રિલ દરમ્યાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  સુરત, નવસારી, વલસાડ, ગીર- સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  14થી 15 એપ્રિલના દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 એપ્રિલે દાહોદ,છોટાઉદેપુર,નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે.

રાજ્યના અલગ શહેરોમાં તાપમાનની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદમાં 40 ડિગ્રી, ગાંધીનગરમાં 40.1 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.1 ડિગ્રી, જામનગરમાં 41.2 ડિગ્રી, આણંદમાં 39.5 ડિગ્રી, બનાસકાંઠામાં 41.1 ડિગ્રી, મહેસાણામાં 39.3 ડિગ્રી, વડોદરામાં 38.6 ડિગ્રી, વલસાડમાં 37.01 ડિગ્રી અને કચ્છમાં 41.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધવામાં આવ્યુ હતુ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button