તાપીરમતગમત

ભારતીય ખો-ખો ટીમમાં કહેર ગામની દિકરીની પસંદગી

તા.12થી 15 ઓક્ટોબર સુધી આંતરાષ્ટ્રીય ખો-ખો ટેસ્ટ સિરિઝ મલેશિયા ખાતે યોજાનાર છે. જેમાં તાપી જિલ્લાની કહેર ગામની દીકરી ચૌધરી ઉપાસના ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે.

તાપી જિલ્લાના નાનકડા એવા કહેર ગામની દિકરી ચૌધરી ઉપાસના ભદ્રસિંહભાઇ જે ખો-ખો રમતમાં ઉચ્ચ સ્તરીય પ્રદર્શન કરી ભારતીય ટીમમાં પસંદગી પામેલ છે. આંતરાષ્ટ્રીય ખો-ખો ટેસ્ટ સિરિઝ તા.12/10/2023થી તા.15/10/2023 સુધી મલેશિયા ખાતે યોજાનાર છે. જેમાં તાપી જિલ્લાની કહેર ગામની વતની ચૌધરી ઉપાસના ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે.

આ ખેલાડી દીકરી ચૌધરી ઉપાસના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી તાપી જિલ્લાની જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ જે.બી. & એસ.એ. સાર્વજનીક હાઇસ્કુલમાં પસંદગી થઇ ખો-ખો રમતમાં તાલીમ મેળવેલ હતી. ત્યારબાદ હાલ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની સેન્ટર ઓફ એક્સેલેન્સીમાં પસંદગી પામેલ છે.

હાલમાં ઉપાસના ર.ફ.દાબૂ કેળવણી મંડળ સંચાલીત આર્ટસ & કોમર્સ કોલેજ,વ્યારા ખાતે અભ્યાસ કરી ખો-ખો રમતમાં તાલીમ મેળવી રહી છે. દિકરી ઉપાસના ખુબજ સારૂ પ્રદર્શન કરી તાપી જિલ્લાનું નામ રોશન કરે તેવી જિલ્લા વહિવટી તંત્ર-તાપી, જિલ્લા રમત વિકાસ અધિકારી-તાપી તેમજ ર.ફ.દાબૂ કેળવણી મંડળ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button