તાપીરમતગમત

ઇન્ટરનેશનલ ખો-ખો ટેસ્ટ સિરીઝમાં ભારતને ગોલ્ડ

વાલોડના કહેર ગામની ઉપાસના ચૌધરીનો ઇન્ટરનેશનલ પ્લેયર તરીકે ઉદય

  • ફાઇનલમાં ઉપાસનાએ 2 મિનિટ ડિફેન્સ કરી મહત્વની ભૂમિકા ભજવી

મલેશિયા ખાતે રમાયેલ ખો ખો ટેસ્ટ સિરીઝ માં ભારતે મલેશિયાને હરાવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. જેમાં ચૌધરી ઉપાસના એ ફાઇનલ મેચમાં બે મિનિટ ડિફેન્સ કરી અને ચાર પોઇન્ટ આઉટ કરી તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું. અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અંતર્ગત ડી.એલ.એસ.એસ.ની ભૂતપૂર્વ ખેલાડી અને હાલમાં સી.ઓ.ઇ. યોજના અંતર્ગત તાલીમ લઈ રહેલી ખેલાડી ઉપાસના ચૌધરીની (જુનિયર વિભાગમાં) મલેશિયા ખાતે યોજાનાર ખો-ખો ટેસ્ટ સિરીઝમાં ભાગ લીધો હતો. તાપી જિલ્લા રમત વિકાસ અધિકારી ચેતન પટેલ નાં માર્ગદર્શન હેઠળ કોચ સુનિલભાઈ મિસ્ત્રી ભારે જહેમત ઉઠાવી હતી. તાજેતર મલેશિયા ખાતે રમાયેલ ખો ખો ટેસ્ટ સિરીઝ માં ભારતે મલેશિયાને હરાવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. જેમાં વાલોડ ના કહેર ગામની ચૌધરી ઉપાસના ચોધરી એ ફાઇનલ મેચમાં બે મિનિટ ડિફેન્સ કરી અને ચાર પોઇન્ટ આઉટ કરી તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું. અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

ફાઇનલ મેચમાં મલેશિયાએ ટોસ જીતીને પ્રથમ દાવ લીધો હતો. જેમાં પહેલી ઇનિંગમાં ભારતે મલેશિયાના 18 પોઇન્ટ આઉટ કર્યા હતા. અને ભારતના મલેશિયાએ 7 પોઇન્ટ આઉટ કર્યા હતા. બીજા દાવમાં મલેશિયાના 28 પોઇન્ટ આઉટ કર્યા હતા. અને મલેશિયા ભારતના ચાર પોઇન્ટ આઉટ કર્યા હતા. ફાઇનલ મેચનો સ્કોર 46-11 રહ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button