ડાંગ

મોખામાળ પ્રા.શાળાના અનિયમિત શિક્ષકોથી વાલીઓ ત્રસ્ત

આહવા ડાંગના સુબીર તાલુકાની મોખામાળ પ્રાથમિક શાળાનાં મુખ્ય શિક્ષક તથા કેટલાક શિક્ષકો અનિયમિત શાળામાં આવે છે અને સમય પહેલાં શાળાએથી ભાગી જવા અંગેનો વીડિયો થોડાક દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં વહેતો થયો હતો.

આ બાબતે શિક્ષણ વિભાગને લેખિત ફરિયાદ કરવાં છતાં ગુલ્લીબાજ શિક્ષકો સામે કાર્યવાહી નહી થતા નારાજ શાળાનાં એસ.એમ.સી સભ્યએ બાળકોને શિક્ષણમાં ગંભીર નુકસાન થઈ રહ્યાંનું જણાવતાં અખબારના પ્રતિનિધિઓ દ્વારા શાળાની સ્થળ તપાસમાં શાળાનાં મુખ્ય શિક્ષક અને બે શિક્ષિકાઓ ગેરહાજર હોવાનું જાણવા મળ્યું હતું.

ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ હસ્તકનાં મોખામાળ પ્રાથમિક શાળામાં શિક્ષકો અનિમિયત રહેતાં હોવાનો વિદ્યાર્થીઓ સાથેનો વીડિયો શાળાનાં વાલી સમિતિના સભ્ય રાજુભાઈ બાગુલે સોશિયલ મીડિયા પર વહેતો કરી તેમનાં બાળકોનાં શિક્ષણને ગંભીર નુકસાન થઈ રહ્યાનું જણાવ્યું હતું. તેમણે છ મહિનાં અગાઉ શિક્ષણ વિભાગને લેખિત ફરિયાદ કરવાં છતાં કાર્યવાહી થઈ નથી. આ બાબતની હકીકત તપાસ કરતા શાળામાં સોમવારના રોજ શાળા સમયનાં 11 વાગ્યાં બાદ શાળાનાં કુલ 8 શિક્ષક પૈકી મુખ્ય શિક્ષક અને બે શિક્ષિકાઓ ગેરહાજર હતી. કુલ-256માંથી 125 વિદ્યાર્થીઓ હાજર હતા. ગેરહાજર શિક્ષકોનાં વર્ગમાં કોઈ અન્ય શિક્ષક ન હતું. મોખામાળ મુખ્ય શિક્ષક સાથે વાતચીત કરતાં તેઓ જણાવે છે કે,

“શિક્ષકો રાબેતા મુજબ આવે છે બધા શિક્ષકો રાબેતા મુજબ શાળામાં આવે છે અને શિક્ષણકાર્ય વ્યસ્થિત થાય છે. વાલી સમિતિના સભ્યોને બધી માહિતી આપવામાં આવે છે.” >નવનીત પટેલ, મુખ્ય શિક્ષક, મોખામાળ

કલેકટરને મૌખિક ફરિયાદ છતાં કાર્યવાહી નહી શાળામાં શિક્ષકોની લાલિયાવાડી બાબતે અમે કલેકટરને પણ મૌખિક ફરિયાદ કરી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે ચેડા કરનારા શિક્ષકોની સત્વરે બદલી કરવામાં આવે તેવી અમારી માંગ છે. >દિલીપભાઇ, સદસ્ય, વાલી સમિતિ,

ગ્રા.પં. જરૂર જણાશે તો શિક્ષકો પર ચોક્કસપણે કાર્યવાહી કરાશે થોડા દિવસ પહેલા જ ફરિયાદ મળી છે. એ દરમિયાન ગાંધીનગર જવાનું થયું હતું. પછી રજા હોવાથી કાર્યવાહી થઇ નથી પણ આજે સ્થળ તપાસ કરી છે અને જરૂરી સૂચના આપી છે. જરૂર જણાશે તો શિક્ષકો પર કાર્યવાહી પણ કરાશે. > જીજ્ઞેશભાઇ ત્રિવેદી, જિ.પ્રા. શિક્ષણાધિકારી,

ડાંગ શિક્ષકોને વિદ્યાર્થીઓની કંઇ પડી નથી શાળામાં શિક્ષકો મનમાની કરે છે, ટાઈમ પહેલાં ભાગી જાય છે મુખ્ય શિક્ષક તો આવતા જ નથી. વાલી સમિતિની મિટિંગ લેવાતી નથી, હિસાબો પણ આપવામાં આવતાં નથી. શિક્ષકોને વિદ્યાર્થીઓની કઈ પડી નથી એટલે જ અડધા વિદ્યાર્થીઓ આ શાળામાંથી બીજી શાળામાં જતા રહ્યાં છે. > રાજુભાઇ બાગુલ, સભ્ય, વાલી સમિતિ, મોખામાળ પ્રા.શાળા { શાળામાં અભ્યાસ કરતા બાળકો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button