માંડવી

માંડવીના ઉટેવા ગામમાં વિદ્યાર્થિનીને અડપલા કરનાર શિક્ષકને 7 વર્ષની કેદ

માંડવી તાલુકાના ઉટેવા પ્રાથમિક શાળામાં પંકજભાઈ અર્જુનભાઈ ચૌધરી (45) (ઉટેવા ) શિક્ષક તરીકે ફરજ બજાવતાં હતાં. 2019માં શાળામાં ધોરણ 7 અને 8ની વિદ્યાર્થિનીઓને શારીરિક અપડલા કરતાં હોવાનું બહાર આવ્યું હતું. વિદ્યાર્થિનીએ પિતાને ફરિયાદ કરી હતી કે મારુ લેશન બાકી હતું ત્યારે શિક્ષકે મને વર્ગખંડમાં ઊભા રાખી વર્ગખંડમાં હાજર વિદ્યાર્થિનીઓની સામે શિક્ષાના ભાગરૂપે મારી છાતી પર હાથ ફેરવી અડપલા કર્યા હતાં. ત્યારબાદ અન્ય વિદ્યાર્થિનીને પૂછતાછ કરતાં 15 જેટલી સગીરા સાથે શિક્ષકે અપડલા કર્યાનું બહાર આવ્યું હતું.

જે અંગે ભોગ બનનાર સગીરાના પિતાએ 21-7-2019ના રોજ માંડવી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસ બારડોલી સેસન્સ કોર્ટમાં ચાલતા જજ શ્રી એસ. એસ. શેઠીએ આરોપી પંકજ અર્જુનભાઈ ચૌધરીને 3 વર્ષની સખત કેદ તથા 60 રૂપિયાનો હજારનો દંડ અને ન ભરે તો છ માસની સાદી કેદ તેમજ પોક્સો એક્ટની કલમ મુજબ 7 વર્ષની સખત કેદ અને રૂપિયા 1 લાખનો દંડ જો દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદનો હુકમ કરેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button