માંડવી

માંડવી તાલુકાના અનેક ગામોમાં વાસ્મો એજન્સીની પાણીની ટાંકીઓ શોભાના ગાંઠિયા સમાન

માંડવી તાલુકાના અનેક ગામોમાં સરકારની વાસ્મો યોજના હેઠળ પાણીની ટાંકીઓ ગોઠવવામાં આવી હતી. અંદાજિત ચાર પાંચ વર્ષો પહેલા વાસ્મો યોજનાનામાં બનેલ પાણીની ટાંકીઓમાં આજ દિન સુધી પાણીનું ટીપુ પણ ન જોયાનું ચર્ચાઈ રહ્યું છે. તો ઘણી જગ્યાએ પાણીની ટાંકીઓ જર્જરિત છે.

પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી તાલુકાના ઉટેવા ગામે સરકારની વાસ્મો યોજના અંતર્ગત બનેલ પાણીની ટાંકીઓ શોભાના ગાંઠિયારૂપ બનતાં સરકારના હજારો રૂપિયા વગર પાણીએ પાણીમાં વહી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. માંડવી તાલુકાના ઉટેવા ગામે પણ ઘણા સમય પહેલા નિર્માણ પામેલ પાણીની સુવિધા માટેની પાણીની પ્લાસ્ટીકની ટાંકી આજે બિનઉપયોગી હાલતમાં પડી રહી છે. છેવાડાના પરિવારને પાણી પુરતા પ્રમાણમાં મળી રહે તેવા આશયથી તૈયાર કરાયેલ પાણીની ટાંકીની સુવિધા વગર પાણીએ પાણીમાં વહી ગયાનું લાગી રહ્યું છે. ગ્રામસભામાં ઘણીવાર આ પ્રશ્નની ચર્ચા કરવામાં આવી હતી, જેથી પાણીની ટાંકી ભરી પાણી પુરવઠો આપવાના પ્રયાસો હાથ ધરાયા હતાં. પરંતુ પાણીના પૂરતા દબાણના અભાવે પૂરતા પ્રમાણમાં પાણી પહોંચતું ન હોય. જેથી મોટરની લાઈન સીધી પાઈપ લાઈન જોડે જોડી પાણી પુરવઠો પહોંચાડવામાં આવે છે. વચગાળાના રસ્તા દ્વારા ગ્રામજનોને પાણી પુરુ પાડવામાં આવી રહ્યું છે. હસમુખભાઈ ચૌધરી, સરપંચ ઉટેવા

Related Articles

Back to top button