ઉત્તરાખંડગુજરાત

ગોલ્ડી સોલાર કંપની મફતમાં 11 રેટ માઇનોર્સને ઘરે સોલાર પેનલ લગાવાશે

ઉત્તરકાશીની ટનલમાંથી રેસ્ક્યુ કરાયેલા 41 કર્મવીરો

ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 કર્મવીરોને 11 રેટ માઇનિંગ કરનારાઓએ 17 દિવસ બાદ રેસ્ક્યુ કરાયા હતા. જેઓના ઘરે ગોલ્ડી સોલાર કંપની મફતમાં સોલાર પેનલ લગાવવાની કાર્યવાહી કરી રહી છે.

ઉત્તરકાશીની ટનલમાં 41 જેટલા કર્મવીરો ફસાયા હતા. તેઓને બહાર કાઢવા માટે દેશના વિવિધ વિસ્તારોમાંથી મદદ મોકલવામાં આવી હતી. અને તેઓને બહાર કાઢવા માટેની જ્હેમતો ચાલી રહી હતી. બીજી તરફ આ ઘટનાને લઈ સમગ્ર દેશના લોકોની નજર રેસ્ક્યુ ઓપરેશન ઉપર હતી. જોકે રેસ્ક્યુ ટીમે 17 દિવસ બાદ તમામ કર્મવીરોને સહી સલામત બહાર કાઢી સારવાર હેઠળ મોકલ્યા છે. જેથી સરકાર સહીત દેશવાસીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

આ રેસ્ક્યુ ઓપરેશન બાદ ઉત્તરાખંડ સરકારે ફસાયેલા કર્મવીરો અને રેસ્ક્યુ કરનાર ટીમને ઇનામ આપવાનું જાહેર કર્યું હતું. તો બીજી તરફ સોલાર કંપની પણ રેસ્ક્યુ કરાયેલા 41 કર્મવીરો અને 11 રેટ માઇનોર્સને મદદ કરવા મેદાનમાં ઉતરી છે. ગોલ્ડી સોલાર કંપની જે હાલમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચાલી રહી છે. ત્યારે ગોલ્ડી સોલાર કંપની દ્વારા કર્મવીરોના ઘરે મફતમાં સોલાર પેનલ લગાવવાની જાહેરાત કરી છે. જેના પગલે આ કર્મવીરોની જીવનશૈલી સુધરશે.

એક મહિનામાં સોલાર પેનલ લાગી જશે : રજતભાઈ ગુપ્તા
ગોલ્ડી સોલાર કંપનીના માર્કેટિંગ અને મીડિયા હેડ રજતભાઈએ જણાવ્યું છે કે, ઉત્તરકાશીની ટનલમાંથી રેસ્ક્યુ કરાયેલા 41 કર્મવીરોના ઘરે મફતમાં સોલાર પેનલ લગાવવાનું નક્કી કર્યું છે. જે બાબતે અમે ઉત્તરાખંડ ઓથોરીટી પાસે તે તમામ કર્મવીરોની માહિતી માંગી છે. જેમાં 2 કે 3 જેટલા જ કર્મવીરો ઉત્તરાખંડના છે. બીજા અન્ય રાજ્યમાં રહેતા કર્મવીરો છે. તો તેઓના ઘરે-ઘરે જઈ સર્વે કર્યા બાદ એક મહિનામાં મફત સોલાર પેનલ લગાવવાનું કામ પૂર્ણ કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button