નર્મદાભરૂચરાજનીતિવડોદરા

ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લામાં બાગાયતી પાકના નુકસાન પર સહાય મળશે

ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પોર્ટલમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે

ભારે વરસાદના કારણે ખેતી પાકમાં નુકસાન થયેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે. તાજેતરમાં તારીખ 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, વડોદરા, નર્મદા વિસ્તારના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે નર્મદા સરોવરમાં પાણી આવક વધુ થતાં પાણી છોડવામાં આવ્યું હતું. પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી જતા ખેતરમાં વાવેતર કરેલા બાગાયતી પાકો વ્યાપક પ્રમાણમાં ઉખડી ગયા હતા. જોકે, ખેતીના નુકસાની સર્વેને લઈને હજુ સરકાર મેદાન ઉતરીને કોઈ રિપોર્ટ તૈયાર કર્યો હોવાનું જાણવા મળ્યું નથી. પરંતુ અંદાજના અહેવાલો ઉપર રાજ્ય સરકારે જે તે જિલ્લાના ખેડૂતોના પાકોને નુકસાન થયેલું છે તે માટે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. સહાય માટે ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પોર્ટલમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.

બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે
આ પેકેજનો લાભ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા નુકસાનગ્રસ્ત ગામોમાં કૃષિ અને બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને મળશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યના કૃષિ વિભાગે કૃષિ મંત્રી રાઘવજી પટેલના પરામર્શમાં રહીને જાહેર કરેલા આ સહાય પેકેજ અનુસાર ખરીફ 2023-24 ઋતુના વાવેતર કરેલા બિન પિયત ખેતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે SDRF નોર્મ્સ પ્રમાણે હેક્ટર દીઠ 8,500ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે. આ ખરીફ ઋતુ 2023-24ના વાવેતર કરેલા પિયત ખેતી પાકો અને વર્ષાયુ બાગાયતી પાકોમાં પણ ૩૩% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નિયમાનુસાર હેક્ટર દીઠ મળવાપાત્ર રૂપિયા 17 હજારની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી વધારાની સહાય હેકટર દીઠ 8,000 પ્રમાણે મળીને કુલ રૂપિયા 25,000 સહાય હેકટર દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.

બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં નુકસાન માટે સહાય
બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFમાંથી મળવાપાત્ર એક્ટર દીઠ રૂપિયા 22,500ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી પ્રતિ એક્ટર 15,000 મળી કુલ 37,500 સહાય હેઠળ દીઠ મળશે. વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં આ સહાય મળશે. બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ ઝાડ ઉખડી જવાના, પડી જવાના કે ભાગી જઈ નાશ પામ્યા હોય તેવા કિસ્સામાં SDRF નોર્મ્સ અનુસાર પ્રતિ હેક્ટર મળવાપાત્ર 22,500ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી હેક્ટર દીઠ વધારાની રૂપિયા 1,02,500ની સહાય મળીને કુલ 1,25,000ની સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં અપાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button