વલસાડશિક્ષણ

ઘરમપુર તાલુકાના એક ગામમાં શાળામાં ભૂવો બોલાવી તાંત્રિક વિધિ કરવાઈ

12 મરઘા અને એક બકરાની ચડાવાઈ બલી

વલસાડ જિલ્લાના ઘરમપુર તાલુકાના એક ગામમાં અંધશ્રદ્ધાના પગલે સ્કૂલમાં તાંત્રિક વિધિની ઘટના સામે આવી છે. સાદડપાડા સ્કૂલમાં રસોઈયા ગણજુભાઈ ભોયાએ સ્કૂલના પરિસરમાં ભૂવા બોલાવી વિધિ કર્યાનો એસ.એમ.સી સભ્ય દ્વારા આરોપ લગાવમાં આવ્યો છે.

પ્રાથમિક શાળામાં તાંત્રિક વિધિનો આક્ષેપ

શાળાને જમીનદાનમાં આપનાર પરિવાર દ્વારા શાળા પરિસરમાં મેલી વિધિ કરી અને મરઘા, બકરાની બલી ચઢાવવામાં આવી હોવાના આરોપ લગતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, પ્રાથમિક શાળામાં રસોયા તરીકે ફરજ બજાવતા ગંજુભાઈ ભોંયાએ બે ભગત ભુવા બોલાવીને તાંત્રિક વિધિ કરવી હતી. આ વિધિ દરમિયાન 25 નાળિયેર 12 મરઘા અને એક બકરાની બલિ ચઢાવવામાં આવી હોવાનો આરોપ લગાવમાં આવ્યો છે. દિવસ દરમિયાન શાળા પરિસરમાં ખાડાઓ ખોદી વિધિ કરી હોવાનો એસ.એમ.સી કમિટીના સભ્યોએ દાવો કર્યો છે. મુખ્ય વાત એવી છે કે નગડધરી ગામની પ્રાથમિક શાળાની જમીન કે જે રસોયાના પરિવારે દાનમાં આપી હતી. આથી તેઓ શાળાને તાળા મારી દેવાની ધમકી આપી અને શાળા પરિસરમાં મેલી વિધિ કરાવી હોવાનું ગામની કમિટીના સભ્યોએ આરોપ લગાવ્યો છે. જો કે હજુ સુધી આ મમલે કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

પ્રાથમિક શાળામાં 250થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે

આ નગરધરી પ્રાથમિક શાળામાં 250થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સિવાય ત્યાં હોસ્ટેલમાં 50થી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ રહે છે. માટે આવા નાના બાળકો રહેતા હોવા છતાં શાળા પરિસરમાં આ પ્રકારની તાંત્રિક વિધિ થતાં ગામના લોકો રોષે ભરાયા હતા. અત્યારે આધુનિક યુગમાં પણ કેટલાક લોકો અંધશ્રદ્ધાનો સહારો લઇ મેલી વિદ્યા અને બલિ જેવી પ્રથામાં માનતા હોય છે. હાલ આ મુદ્દો જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button