નર્મદા

નર્મદા જિલ્લા બાર એસો.ના પ્રમુખ તરીકે 10મી વાર જીત મેળવી વંદના ભટ્ટે ઇતિહાસ રચ્યો

ઉપ પ્રમુખ, સેક્રેટરી,જોઇન્ટ સેક્રેટરી બીન હરિફ

નર્મદા જિલ્લા બાર એસોસીએશનનાં પ્રમુખ માટેની ચુંટણીમાં એક ઇતિહાસ રચાયો છે. અત્યાર સુધી કોઈપણ પ્રમુખ સતત 10 ટર્મ જીત્યા નથી. 18 વર્ષથી વકીલાતની પ્રેક્ટિસ કરતા યુવા મહિલા વંદના આઈ ભટ્ટ 10મી વાર વિજેતા બન્યા છે. તેમની જીતને લઈને સૌ સભ્યો નામદાર જજ સાહેબોએ શુભેચ્છાઓ આપી હતી.

રાજપીપળા ખાતે જિલ્લા કોર્ટના બાર રૂમ ખાતે યોજાઈ હતી. જેમાં ઉપપ્રમુખ, સેક્રેટરી,જોઇન્ટ સેક્રેટરીની પોસ્ટ માટેની ચૂંટણી બીન હરિફ થઈ ગઈ હતી. માત્ર પ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ હતી. જેના માટે બે મહિલા ઉમેદવારો વચ્ચે સામ સામે જંગમાં ઉતર્યા છે. જેમાં બાર એસોસિયેશનના પ્રમુખ વંદનાબેન આઈ.ભટ્ટ 10મી ટર્મ માટે ચૂંટણી જંગમાં ઉતર્યા હતા. જેમાં કુલ મતદાન 113માંથી 98 જેટલા મતદારોએ મતદાન કરતા વંદનાબેન ભટ્ટને 76 મતો મળ્યા હતા.

જ્યારે તેમની સામે ચૂંટણી લડતા ભામિનીબેન રામીને 22 મત મળ્યા હતા. જ્યારે 15 જેટલા મતદારો ગેરહાજર રહ્યા હતા. એટલે વંદનાબેન ભટ્ટ 54 મતોથી વિજેતા થયા હતા. આ ચૂંટણી ચૂંટણી કમિશનર તરીકે એમ.એસ.સૈયદ અને તપન મઢીવાળાએ ચૂંટણી કરાવી હતી.

જયારે ચૂંટણી બીન હરીફ યોજાઈ જેમાં ઉપ-પ્રમુખ, એડવોકેટ-ઍ.ડી.રોહિત, સેક્રેટરી -એડવોકેટ- ઍ.એચ.પઠાણ, જો.સેક્રેટરી- એડવોકેટ- ઘનશ્યામ પઠાણ, લાઇબ્રેરીયન અશર્વ સોની બીન હરીફ જીતી ગયા છે. આમ આગામી વર્ષ માટે બાર એસોસિયેશની ટીમ તૈયાર થઇ ગઈ છે. જે બારના તમામ સભ્યો અને વકીલોના પ્રશ્નનો નિકાલ અને વિકાસની કામગીરી કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button