માંગરોળ

માંગરોળ તાલુકાના વાંકલ ગામે કપડાના વેપારીની કારમાં પંચર પાડી ચોરો એ પૈસા ભરેલ પાકીટની ચોરી કરી

માંગરોળ તાલુકાના વાંકલ ગામે શુક્રવારના રોજ શુક્રવારી હાટ બજાર ભરાય છે. જેમાં અનેક વેપારીઓ વેપાર કરવા માટે આવે છે. ગત શુક્રવારના રોજ શુક્રવારી હાટ બજારમાં કપડાના વેપારીની કારના ટાયરમાં પંચર કરી વેપારીનું ધ્યાન ચૂકવી કારમાંથી પૈસા ભરેલા પાકીટને ઉઠાંતરી ચોર ટોળકી એ કરી હતી. ચોરી દરમિયાનની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કેટલાક સમય પહેલા પણ આવી કેટલીક ઘટનાઓ બની છે. જેથી ફરીથી ઘટના બનતા વાંકલ ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. વેપારીના પાકીટમાં 7000 રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટના પોલીસને જાણ થતા માંગરોળ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button