તાપીરાજનીતિ

વ્યારા APMCને મળ્યા નવા પ્રમુખ-ઉપપ્રમુખ

પ્રમુખ પદ પર ગણેશભાઇ ચૌધરી અને ઉપપ્રમુખ પદે ચંદ્રસિંહ પટેલની વરણી કરાઇ

વ્યારા એપીએમસીમાં પ્રમુખ તરીકે ગણેશભાઈ જયસિંહભાઈ ચૌધરી તેમજ ઉપપ્રમુખ તરીકે ચંદ્રસિંહ કાંતિલાલ પટેલની વરણી કરાઈ છે. APMCમાં ભાજપ પ્રેરિત પેનલ ફરી સત્તા પર આવતા કાર્યકરોએ વરણીને વધાવી લીધી હતી. નિરીક્ષક અમીનાબેન પટેલ, ધારાસભ્ય મોહન કોંકણી, સહકારી આગેવાન નરેશ પટેલ તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી રાકેશ કાચવાલા ઉપસ્થિત રહ્યા હતા.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, વ્યારાની ઘી ગુજરાત એગ્રીકલ્ચરલ પ્રોડયુસ માર્કેટ રૂલ્સ ૧૯૬૫ના નિયમ –૩૧(૩) મુજબ ચેરમેન તથા વા.ચેરમેનની ચુંટણી ક૨વા માટે નાયબ નિયામક, ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ,સુરતના ધ્રુવિન એમ.પટેલના અઘ્યક્ષપણા હેઠળ તા.૮/૧૧/૨૦૨૩ના રોજ બપોરે ૧૨ વાગે રાખવામાં આવી હતી.

જેમાં પ્રથમ ટર્મ માટે ચેરમેન તરીકે ગણેશભાઈ જયસિંહભાઈ ચૌધરી તથા વા.ચેરમેન તરીકે ચંદ્રસિંહ કાંતિલાલ પટેલને બિન હરિફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતાં. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ,વ્યારાની કમિટીમાંથી ચેરમેનના હોદ્દા માટે ગણેશભાઈ જયસિંહભાઈ ચૌઘરીના નામની દરખાસ્ત પ્રવિણભાઈ નમલાભાઈ ગામીત તરફથી મુકવામાં આવી હતી. આ દરખાસ્તને મધુસુધન ચીમનભાઈ ગામીત તરફથી ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. વા.ચેરમેનના હોદ્દા માટે ચંદ્રસિંહ કાંતિલાલ પટેલના નામની દરખાસ્ત મનોજભાઈ હીરાભાઈ પટેલ તરફથી મુકવામાં આવી હતી. દરખાસ્તને જયેશભાઈ ચૌઘરી તરફથી ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. આ ચૂંટણી વેળાએ 16 સભ્યો હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button