તાપીસુરત

2024 ચૂંટણી પહેલા માંડવી વિધાનસભા વિસ્તારના 29 માર્ગો માટે 33 કરોડનો લહાવો

હવે રસ્તાઓના કામ ક્યારે શરૂ થશે એ લોકો કાગડોળે નજર રાખીને બેઠા છે

સોનગઢ તાલુકાના મંજુર થયેલ રસ્તા માંડળ ખાંભલા રોડ, અગાસવાણ બેડી-આમલી બેડવાણ રોડ, આમલીપાડા- ઉખલદા રોડ, ઘાસિયા મેઢારોડ, બોરડા હોળીઘાટ રોડ, ભાણપુર એપ્રોચ રોડ, ઉખલદા મોટીફળિયા રોડ, ઘાસિયા મેળા ઘાસિયા ફળિયા રોડ, આમલીપાડા આમલીફળિયા રોડ, સિસોર કોટવાડીયા બેડી ફળિયા રોડ તથા સુરત જિલ્લાના માંડવી તાલુકાના સઠવાવ કલમકુવા-સરકુઈ રોડ, ઘંટોલી મોરીઠા સાલૈયા રોડ , ઇસર દાદરી ફળીયા રોડ , ગામ તળાવ ખરેડા કાટકુવા રોડ ,પાતલ તાડી ફળિયા રોડ, કોસાડી ચૌધરી ફળિયા ગોદાવાળી રોડ, ખોડંબા-પાતલ રોડ, વેગી કેવડિયા રોડ, ગાંગપુર હર્ષદ લાંબાપાટ રોડ, રેગામાં મંદિર ફળિયા રોડ, કિમ ડુંગરા ઉપલા ફળિયા રોડ, ગાંગપુર દેવગીરી રોડ, રાજવડ એપ્રોચ રોડ, વરેઠ કોલોની એપ્રોચ રોડ, આંબાઆશ્રમ વરેહ ખાડી રોડ, ઝરી દડવાડા એપરોચ રોડ , બોધન વડોદ નોગામા રોડ સોલી પેટરકુઈ રોડનો સમાવેશ થાય છે.

માંડવી વિધાનસભા બેઠક પર ભાજપએ મેળવેલ ઐતિહાસિક જીત બાદ 29 માર્ગોના રીસરફેસિંગ માટે 33 કરોડની ગ્રાન્ટ રાજ્ય સરકારે મંજૂરી આપી જાણે ઇતિહાસ રચ્યો છે. માંડવી વિધાનસભા વિસ્તારના વિવિધ વિસ્તારોમાંથી વિવિધ માર્ગોના નવીનીકરણની રજૂઆતો કરવામાં આવી હતી. જે સંદર્ભે કુવરજીભાઈ હળપતિએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળી માર્ગોની જરૂરિયાત અંગે ધારદાર રજૂઆતો કરી હતી. મુખ્યમંત્રી દ્વારા રજૂઆતોને ધ્યાનમાં રાખી માંડવી વિધાનસભા વિસ્તારના એક સાથે 29 રસ્તાઓ માટે 3315.07 લાખ મંજૂર કરી જોબ નંબર આપી દેવામાં આવ્યા હતા. અને માર્ગ નિર્માણ માટેની જરૂરી કાર્યવાહી માટે સંબંધિત કચેરીઓમાં ઇજનેરોને પણ સૂચના આપી દેવામાં આવી છે. માંડવી વિધાનસભામાં પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં 29 માર્ગોના 33 કરોડથી વધુ મંજૂર કરાવવામાં આવ્યા છે. તાપી જિલ્લાના 11 તથા સુરત જિલ્લાના 18 જેટલા માર્ગોની એક સાથે મંજૂરી મળી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button