વલસાડ

“માનવ સેવા એજ પ્રભુ” વાક્યને સાકર કરતું; સુરતના સમાજ સેવી ટ્રસ્ટો

ધરમપુરના 3 હજાર જરૂરિયાતમંદ આદિવાસી પરિવાર મદદ કરી

સુરતની વિવિધ સંસ્થાઓના સહયોગથી જય ભગવાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધરમપુરના વિવિધ ગામડાઓમાં 3 હજાર જરૂરિયાત આદિવાસી પરિવારને વસ્ત્રદાન કર્યું હતું.

ધરમપુરના બુહારી, ચોંઢા કામણજરી, બાડમેર તેમજ બેડચીત જેરામ ભુવા દ્વારા સર્વે કરી માહિતી એકત્ર કરવામાં આવી હતી. ત્યારબાદ ત્યાંના સ્થાનિક આગેવાનો અને સરપંચને સાથે રાખીને અંતરિયાળ વિસ્તારના ગરીબ આદિવાસીઓ માટે વસ્ત્રદાનનો કાર્યક્રમ યોજ્યો હતો.

દરેક ગામડાઓમાં મનસુખ કાસોદરીયા, 500 ડ્રેસ અશોક પાલડીયા, 500 સાડી, 200 શર્ટ, 200 પેન્ટ, 500 નાના બાળકોના કપડા, 200 ટુવાલ તેમજ 200થી વધારે કપડા આપવામાં આવ્યા હતા.જ્યારે વિદ્યાર્થીઓ માટે નોટબુક અને નાસ્તો તથા નાની મોટી 200 જોડી કપડા જય ભગવાન યુવક ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિપુલ નારોલા, યંગ ફેડરેશનઈન્ડિયન દ્વારા એક ગામમા 700 પરિવારને વસ્ત્ર વિતરણ કર્યુ હતું. હરે કૃષ્ણ સેવા ટ્રસ્ટના રાજુભાઈ તથા રીટાબેન તેમજ શ્રી મારુતિ સેવા પરમો ધર્મ મંડળના પ્રમુખ હિતેશ સોલંકીએ સેવા જવાબદારી ઊઠાવી હતી હતી. અરવિંદભાઈ કાસોદરીયાએ 50 ડ્રેસ ઉમેશ બદરુખીયા તરફથી શર્ટ. અને ટીશર્ટ 500, નિલેશ વાધાણી તરફથી 70 સાડીઓ આપી સેવા માં સહયોગ આપ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button