તાપી

વિવિધ આદિવાસી સંગઠનો દ્વારા આજે વિશ્વ આદિવાસી અધિકાર દિવસે વ્યારા ખાતે આવેદનપત્ર આપવામાં આવશે

વ્યારા જનરલ હોસ્પિટલના ખાનગીકરણ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેને લઇને તાપી જિલ્લામાં ભારે વિરોધ થઈ રહ્યો છે. 13 સપ્ટેમ્બરે આદિવાસી અધિકાર દિન નિમિત્તે આદિવાસી સમાજના અલગ અલગ સંગઠનો દ્વારા જિલ્લાના અલગ અલગ સ્થળથી આદિવાસી અધિકાર પદયાત્રાનો પ્રારંભ કરાયો છે, જેમાં બુહારી બાજીપુરા સુધી આદિવાસી અધિકાર પદયાત્રા નીકળી હતી, જે યાત્રાને વાલોડ ખાતે આવી પહોંચી હતી. પદયાત્રા શરૂ કરવામાં આવી છે. દ્વારા યાત્રા વાલોડ આવી પહોંચતા મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

તાપી જિલ્લામાં આદિવાસીઓના પ્રશ્નોને લઇ પદયાત્રા શરૂ થઇ હતી. ભાસ્કર ન્યૂઝ।સોનગઢ તાપી જિલ્લાના વ્યારા ખાતે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત જનરલ હોસ્પિટલને વહીવટ માટે ખાનગી કંપની ને સોંપી દેવા ની વાત બહાર આવતાં જ સ્થાનિક આદિવાસી સંગઠનો દ્વારા આ બાબતે ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વ્યારા ની જનરલ હોસ્પિટલના ખાનગી કરણના વિરોધ માં ઉચ્છલ નિઝર સહિત વિવિધ સ્થળોએથી ગત 8 મી સપ્ટેમ્બરથી પદયાત્રા શરૂ થઈ છે. એમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો જોડાયા છે.

સાથો સાથ સોનગઢ તાલુકાના છેવાડાના ઓટાથી આઠમી સપ્ટેમ્બરે પદયાત્રા શરૂ થઈ હતી. જે મલંગદેવ, માળ સીનોદ, રાસમાટી, પહાડદા થઈ આગળ વધી હતી. જેમાં જનરલ હોસ્પિટલના ખાનગી કરણના વિરોધ દર્શાવતાં પ્લે કાર્ડ સાથે મોટી સંખ્યા માં સ્થાનિક લોકો જોડાયા હતાં. સ્થાનિક આદિવાસી નેતા યુસુફ ગામીત આગેવાની નીકળેલી આ રેલી તા. 13 મી સપ્ટેમ્બર આદિવાસી અધિકાર દિવસ ના રોજ જિલ્લા મથક વ્યારા ખાતે પહોંચશે અને ત્યાં સભા ના રૂપ માં પરિવર્તિત થઈ જશે.

એ સાથે જ અન્ય તાલુકા માંથી પણ નીકળેલી પદયાત્રા પણ એ જ દિવસે વ્યારા પહોંચશે.એ પછી રેલી ના આયોજકો દ્વારા તાપી જિલ્લાની જનરલ હોસ્પિટલ ના ખાનગી કરણ અને નેશનલ હાઇવે પહોળા કરવાની બાબત અને જમીન સંપાદનના વિરોધ સાથે તથા ડોસવાડાના વેદાંતા કંપની તથા અન્ય મુદ્દાઓ સાંકળી લઈ એક વિસ્તૃત આવેદનપત્ર આપવામાં આવનાર છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button