નર્મદા

નર્મદામાં વિલેજ કોમ્પયુટર ઓપરેટરો છેલ્લાં એક વર્ષથી જિલ્લા પંચાયત નર્મદાના લીધે ઇન્સેન્ટીવ માટે કચેરીઓના ઓટલા ગણે છે

જિલ્લા પંચાયતે પરિપત્રનો અમલ નહિ કરતાં આખરે કલેકટરને રજૂઆત

નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરો ને તેમનું બાકી પડતું ઈન્સેટીવ મળે એ માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. આવેદનમાં જણાવ્યા મુજબ સરકાર દ્વારા ચલાવવામાં આવતી ઘણી યોજનાઓ ગ્રામ પંચાયત પર થાય છે. જે માટે સરકાર દ્વારા વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરની નિમણૂક કરવામાં આવી છે , વુદ્ધ પેન્શન, વિધવા સહાય, વહાલી દીકરી યોજના, સંકટ મોચન યોજના,ઈ શ્રમ કાર્ડ, આવકનો દાખલો, રેશનકાર્ડમાં નામ કમી, નામ ઉમેરવા, નવું રેશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ જેવી અનેક યોજનાઓ ગ્રામ્ય કક્ષાએ થાય છે.

જેમાં ઈન્સેટીવ આપવામાં આવે છે. જે 15 માં નાણાંપંચમાંથી ચુકવણી કરવા પરીપત્ર 19 મે 2022ના રોજ પરિપત્ર કરવામાં આવ્યો હતો. નર્મદા જિલ્લા પંચાયતે હજી સુધી પરિપત્રનો અમલ નહિ કરતાં વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરો ઇન્સેન્ટીવથી વંચિત રહી ગયાં છે. એક વર્ષ ઉપરાંતથી ઇન્સેન્ટીવ નહિ મળતાં તેમણે કલેકટરને રજૂઆત કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button