નર્મદા

ભાણદ્રા ચોકડી પાસે ટ્રક પર પથ્થરમારો કરી હિંસક હુમલો કર્યો

ગરુડેશ્વર તાલુકાના ભાણદ્રા ચોકડી પાસે એક્ટિવા પર આવેલાં બે શખ્સોએ ટ્રક અટકાવી દ્રાઈવર અને ક્લીનરને માર મારી ઇજા પહોંચાડી હતી. હુમલો કરનારા એક્ટિવા ગાડી પર આવેલા બે અજાણ્યા શખ્સો લૂંટ કરવા આવ્યાં હોવાની આશંકાએ તેમની સામે ગુનો નોંધાવ્યો છે.

મધ્યપ્રદેશના બીકાનેર ખાતે રહેતાં અને ડ્રાઇવિંગ કરતાં વસીમખાન શેરૂખાને આપેલી ફરિયાદ મુજબ, ગત 3 સપ્ટેમ્બરે રાત્રીના નવેક વાગ્યે ભાણદ્રા ચોકડી પાસે તેમની ટ્રકને ઓવરટેક કરી ટ્રકને બે અજાણ્યા વ્યક્તિઓ કે જે એક્ટિવા પર આવી આંતરી હતી. એક્ટિવા ઉપર આવેલ બે ઈસમો પૈકી એક ઈસમે ટ્રકના આગળના કાચમાં પથ્થર મારી કાચ તોડી નાખેલા સાથે ટ્રકને નુકશાન કરી તેમજ એક્ટિવા ઉપર આવેલ બે ઈસમો પૈકી બીજો ઈસમ ચાલકને છુટ્ટો પથ્થર મારી ઈજા કરી હતી. જ્યારે તેની સાથેનો કન્ડક્ટરે રોડની સામેની બાજુ નાસી જઇ ત્યાં આવેલ એક ઘરમાં સંતાઈ ગયો હતો.

થોડીવારમાં બન્ને ઈસમો ત્યાં આવી ચાલકને ઘરમાંથી બહાર ખેંચી કાઢી લાકડીના સપાટા મારતાં ચાલક જે ઘરમાં સંતાયાં હતાં. તે ઘરના માણસોએ તેમને વધુ મારમાંથી બચાવેલ અને તે બન્ને ઈસમો માર મારી ત્યાંથી જતા રહેતા ગરુડેશ્વર પોલીસે બંને અજાણ્યા ઈસમો સામે ગુનો દાખલ કર્યો છે. જોકે ઇજા પામનાર ટ્રક ચાલક નાં જણાવ્યા મુજબ આ બંને ઈસમો માર માર્યો બાદ ટ્રક માં શોધખોળ કરતા હતા માટે લૂંટ કરવા આવ્યા હોય તેમ લાગી રહ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button