સહકારી ક્ષેત્રે ચૂંટણીઓ: વ્યારા APMCની 16 બેઠકો માટે 31 ઉમેદવારો મેદાનમાં
વ્યારા ખાતે જિલ્લા ના સોથી મોટી એપીએમસીમાં ચૂંટણીની તૈયારીઓ આખરી ઓપ આવી ગયો છે. આજે ચૂંટણી માટે ચિત્ર સ્પષ્ટ બની ગયું છે. જેમાં 16 બેઠક માટે ખેડૂત વિભાગમાં 20 ઉમેદવારો, જયારે વેપારી વિભાગમાં 7 ઉમેદવારો અને ખરીદ વેચાણ મંડળીમાં 4 ઉમેદવાર એ ફાઈનલ થયા છે. ઉમેદવારો ની 27 મી જુલાઈએ ચૂંટણી યોજાશે. વ્યારા APMCમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. વ્યારા ના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આવનારી 27 મી જુલાઈના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારો મેદાનમાં આવી ગયા હતા.
આજ રોજ ઉમેદવારી ફોર્મ ખેંચવાના દિને સાંજે 5 કલાક સુધીમાં 6 ડમી ઉમેદવારોના ફોર્મ રદ્દ થતા, ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઇ હતું. વ્યારા APMCમાં જેમાં કુલ 16 બેઠકો માટે 31 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. વ્યારા APMCમાં ચૂંટણીની તા.27 મી જુલાઈના રોજ યોજાશે. જેને લઇ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારાને જીતાડવા સક્રિય થઇ ગયો છે.