માંગરોળરાજનીતિસુરત

વાંકલ ગામે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં કોંગ્રેસ અને AAPના 700થી વધુ કાર્યકરો-હોદ્દેદારોને ભાજપમાં પ્રવેશ્યા

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબે સુરત જિલ્લાની મુલાકાત લીધી હતી. સી.આર.પાટીલ માંગરોળના વાંકલ ખાતે કોસંબા APMCની ચૂંટણીમાં ચૂંટાયેલા ઉમેદવારોના અભિવાદન સમારોહમાં હાજર રહ્યા હતા. યોજાયેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસ અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ત્યારે તમામ કાર્યકરોને સી.આર.પાટીલે ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા.


ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સુરત જિલ્લાની મુલાકાતે હતા. સી.આર.પાટીલ માંગરોળના વાંકલ ખાતે યોજાયેલા કોસંબા APMCના ચૂંટાયેલા ભાજપના ઉમેદવારોના અભિવાદન સમારોહમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સી.આર.પાટીલે કોસંબા APMCના તમામ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા.

કોસંબા APMCના અભિવાદન સમારોહ બાદ સી.આર.પાટીલે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમ પણ નિહાળ્યો હતો. ત્યારે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી મુકેશ પટેલ, મંત્રી કુંવરજી હળપતિ, માંગરોળ ધારાસભ્ય ગણપતસિંહ વસાવા સહિત ભાજપના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

AAP અને કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા સુરતના વાંકલ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસ અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસ અને આપના 700 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ત્યારે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તમામ કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.

આ કાર્યક્રમમાં બારડોલી વિધાનસભા 2022 આપના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકી સહિત આપના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત કોંગ્રેસના ડેલીગેશન સભ્ય અને કોંગ્રેસના નેતા હરીશ વસાવા પણ પોતાના કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. લોકસભાની ચૂંટણી ટાણે જ કોંગ્રેસ અને આપમાં ભંગાણ સર્જાતા સુરત જિલ્લાના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. ત્યારે સી.આર.પાટીલ તેમજ જિલ્લા ભાજપ દ્વારા તમામ નવનિયુક્ત કાર્યકરોને અભિનંદન સાથે પાર્ટીમાં આવકાર્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button