ગુનોતાપી

વ્યારા તાલુકાના બોરખડી ગામનાં સરપંચને હોદા પરથી દૂર કરવા માંગ

પુત્રની પ્રેમિકાનું અપહરણ કરી નિર્વસ્ત્ર કરી, વાળ કાપી માર માર્યો હતો

વ્યારા તાલુકાના બોરખડી ગામના સરપંચ સુનીતાબેન ચૌધરીએ પુત્ર સાથે લીવ ઇનમાં રહેતી મહિલા સાથે અભદ્ર વર્તન કર્યુ હતુ, નેને લઇ તેને હોદ્દા પરથી દૂર કરવા રજૂઆત થઇ છે. બોરખડી ગ્રામજનો, આજુબાજુ ગ્રામજનો તેમજ સમગ્ર આદિવાસી સમાજ દ્વારા અપાયેલા આવેદન માં જણાવ્યા મુજબ બોરખડીમાં સુનીતાબેન અજીતભાઈ ચૌધરી સરપંચ છે.

સુનીતાબેનએ તેનાં સાગરીતો સાથે મળીને મહિલાનું અપહરણ કરી જાહેરમાં નિવસ્ત્ર કરી માર મારી ને કાતર વડે તે વાળ કાપીને માર મારીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને કાયદો હાથમાં લઈ એક જનતાના પ્રતિનિધિ તરીકે લાંછન લાગે એવું કૃત્ય કર્યુ છે. આ ઘટનાને અમો બોરખડી ગ્રામજનો તેમજ આજુબાજુ વિસ્તારનાં આદિવાસી સમાજના આગેવાનો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ, સુનીતાબેન ગામના પ્રથમ નાગરિક અને એક જવાબદાર વ્યક્તિ હોય જેઓની શાંતિ સુલેહને જાળવી રાખવાની જેમની ઉપર ફરજ હોય પણ, તેઓના કૃત્યને લઈને ગામની મહિલાઓમાં રોષની લાગણી તેમજ ભયનો માહોલ છે.

​​​​​​​ભૂતકાળમાં પણ તેમની સત્તાનો દુરુપયોગનો નમુનો બહાર આવ્યો હતો તેઓ દ્વારા ગેરકાયદે ગ્રામસભા કરી હતી જેનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. બોરખડી ગ્રામજનો તથા આજુબાજુ ના ગ્રામજનો તેમજ આદિવાસી સમાજની માંગણી છે કે બોરખડી સરપંચ સુનીતાબેન ચૌધરીએ કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈને સરપંચની ગરીમાને લાંછન લગાડે એવો અનૈતિક ગંભીર ગુનો આચરેલો હોય તેઓને તાત્કાલિક અસરથી હોદ્દા પરથી દૂર કરી ગામના હિતમાં નિર્ણય લેવાય. માંગણી ન સંતોષાય તો ગ્રામજનો તથા આદિવાસી સમાજ ભેગા મળીને 15 દિવસ પછી ગાંધી ચિંધ્યા માર્ગે આશ્ચર્યજનક કાર્યક્રમ કરીશું અને તેનાથી જે નુકશાન થશે તેની જવાબદારી વહીવટીતંત્રની રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button