ડાંગ

23મી એ ગાંધીનગરમાં ધરણાંની ચીમકી સાથે ડાંગના કર્મીઓનો કાળો ડ્રેસ પહેરી જૂની પેન્શન યોજના શરૂ કરવા માંગ

સાપુતારા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના નેજા હેઠળ ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તથા ડાંગ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા કર્મચારીઓના મુખ્ય પ્રાણ પ્રશ્ન જૂની પેન્શન યોજના અને અન્ય પડતર પ્રશ્નોનું નિરાકરણ ન મળતાં 14થી 23મી ફેબ્રુઆરી દરમિયાન આંદોલન કાર્યક્રમ આપ્યો છે.

આ આંદોલનના ભાગરૂપે 16મીના રોજ ડાંગ જિલ્લામાં તમામ વિભાગના 2000થી પણ વધુ કર્મચારીઓ કાળા રંગનો પહેરવેશ ધારણ કરી ફરજ બજાવી જૂની પેન્શન યોજનાની માંગણીને બુલંદ બનાવી છે. ડાંગ જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને ડાંગ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ દિવ્યેશ પટેલ, મહામંત્રી ચિંતન પટેલ તથા સમગ્ર ટીમે તમામ કર્મચારીઓના સહકારથી કર્મચારીઓના ઘડપણનો સહારો એવી “જૂની પેન્શન યોજના’ની માંગણીને બુલંદ બનાવવા છેલ્લા ઘણાં વર્ષથી સંઘર્ષ કરી રહ્યાં છે. આ આંદોલનને લઈને પ્રતિક્રિયા આપતાં ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી ચિંતન પટેલે જણાવ્યું કે જો અમારા કર્મચારીઓની માંગણી સ્વીકારવામાં ન આવે તો ડાંગ જિલ્લાના તમામ કર્મચારીઓ 23મીના રોજ ગાંધીનગર જઈ ધરણાં પ્રદર્શન કરશે. જૂની પેન્શન યોજના મેળવવા અમારા કર્મચારીઓ હવે લડી લેવાના મૂડમાં છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button