નર્મદા

નાંદોદના રાજપરા ગામના આદિવાસીઓની પોલીસ સામે પગલા ભરવા માંગ

આદિવાસી યુવાનોને પોલીસ સ્ટેશનમાં માર માર્યો હોવાનો આક્ષેપ

  • ગ્રામજનોએ જિલ્લા પોલીસ વડાને આવેદન આપ્યું

નર્મદા જિલ્લાના રાજપરા નવી વસાહત વિસ્તારના બે મહિલાઓ સહિત 11 જેટલા યુવાનોને શંકાના આધારે આમલેથા પોલિસે અટકાયત કરી અને પોલીસ સ્ટેશનમાં માર મારવામાં આવ્યો, મોબાઈલથી શુટિંગ કરતા યુવાનોને પણ માર મારવામાં આવ્યા હોવાની ફરિયાદ સાથે રાજપરા ગામના મોટી સંખ્યામાં આદિવાસીઓ સામાજિક કાર્યકર ડો.પ્રફુલ વસાવા, રાજેશ વસાવા સહીતના આગેવાનો સાથે જિલ્લા પોલીસ આધિક્ષક રાજપીપલાની કચેરીએ ટોળા થઇ આવેદન આપવા આવ્યા હતા.

આદિવાસીઓના ટોળા જોઈ પોલીસે પણ બંધોબસ્ત ગોઠવી દીધો હતો. બાદમાં ડી.વાય.એસ.પી. વાણી દુધાતને આવેદનપત્ર આપી આદિવાસી સમાજ પ્રત્યે ખરાબ વર્તન કરનારા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ સામે પગલા ભરવાની માંગ કરી હતી.

આ બાબતે સામાજિક આગેવાન ડો.પ્રફુલ વસાવાએ જણાવ્યું કે, “નાંદોદ તાલુકાના રાજપરાના એક આદિવાસી યુવાન ભાવેશભાઈ તડવીને 108 મારફતે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે અમને જાણ થઇ અને જ્યાં જઈને જોયું તો અને કારણ પૂછ્યું તો આમલેથા પોલીસે ગામમાં જઈ આદિવાસીઓ સાથે ગેરકાયદેસરનું વર્તન કર્યું. પોલીસની ખોટી ગેરકાયદેસરની કાર્યવાહીનો વીડિયો લેનાર યુવાનને પણ માર મારવામાં આવ્યો. અપંગ મહિલા સહિત બે મહિલાઓની પોલિસે મહિલા કોન્સટેબલને સાથે રાખ્યાં વગર ધરપકડ કરવામાં આવી. આમલેથા પોલીસે રાજપરા ગામના 11 લોકોની ધરપકડ માત્ર શંકાના આધારે કરી, આ એક બનાવ નથી પી.એસ.આઇની આ ચોથી ફરિયાદ છે, તેઓ આદિવાસી સમાજ પ્રત્યે સારું વલણ ધરાવતા નથી એટલે ગ્રામજનોનો રોષ છે.

તેમની પડખે કોઈના આવતા અમે તેમની સાથે રહીને જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટરને આવેદન આપી સમગ્ર ઘટનાની જાણ કરી આ બાબતે ચોક્કસ તપાસ થવી જોઈએ અને જે કસૂરવાર આદિવાસી યુવાનોને માર મારવામાં આવ્યો છે. તેમની વિરુદ્ધ પણ પગલાં ભરવા જોઈએ એવી અમારી માગ છે. આગામી દિવસોમાં આવી દમનગીરી પોલીસના કરે એવી સૂચના જિલ્લા પોલીસ વડા આપે એવી અપેક્ષા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button