માંડવી

માંડવીના શોપિંગ સેન્ટરમાં ખુલ્લા વીજ વાયર વચ્ચે પાણી ભરાયા

માંડવી નગરપાલિકા દ્વારા વર્ષો જૂની દુકાનોને ધરાશય કરી લાખો રૂપિયા ખર્ચે નવુ શોપિંગ સેન્ટર નિર્માણ કરવામાં આવ્યું છે. ચોમાસાની સિઝનના છેલ્લા દિવસોમાં આવેલા વરસાદનું પાણી વાવવાળા શોપિંગ સેન્ટરના પાર્કિંગ ઝોનમાં પાણી ભરાઈ જતા જોખમી સ્થિતિનું નિર્માણ થયું હતું. પાર્કિંગ ઝોનમાં દિવાલ પર મુકવામાં આવેલા જીઇબીના મીટરના છૂટા વાયરો અત્યંત જોખમી સાબિત થયા હતા. ઉપરાંત વાવવાળા શોપિંગ સેન્ટરમાં ગંદકીનું પણ સામ્રાજ્ય હોવાથી પાણીના યોગ્ય નિકાલમાં રૂકાવટ આવતી હોવાનું પણ ચર્ચા રહ્યું છે. નગરપાલિકા શાસકોની અનદેખી વલણ થી ક્યારેક મોટી દુર્ઘટના સર્જાવાની પણ દહેશત રહેલી છે. ભૂતકાળમાં આવી જ બેદરકારીને કારણે માંડવીના પ્રવેશદ્વારના ઉદ્યાન પાસે બાળકીએ જાન ગુમાવવાનો આવ્યો હતો. ત્યારે પાલિકા દ્વારા સલામતી માટે નક્કર પગલા ભરે એવી લોકમાગ ઉઠી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button