તાપી

ઓહહ; બાપ રે…નિઝર CHCમાં ભર ઉનાળે દસ દિવસથી પીવાનું પાણી બંધ

દર્દીઓ અને કર્મચારીઓ મુર્ગ જળના હરણ સમા થયા

નિઝર તાલુકામાં કાર્યરત દક્ષિણ નિઝર જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત નિઝરનાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પાણી નિયમિત પહોંચાડવામાં આવતું હતું. પરંતુ આ પાણી પુરવઠા યોજના હેઠળ પાણી સપ્લાયની મેઈન પાઇપ લાઈન નવી નાખવામાં આવી પણ પાણી સપ્લાય માટે કનેકશન જ આપવામાં નહી આવ્યું, હાલ નવી પાઇપ લાઈન મારફતે જ પાણીનું સપ્લાય કરવામાં આવી રહ્યું હોવાથી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા દસેક દિવસથી આ નિઝર જૂથ પાણી પુરવઠા યોજનાનું પાણી બંધ થઇ ગયું છે. જેથી અહીં સરકારી ક્વાટર્સમાં રહેતા ઘણા કર્મચારીઓ તેમજ દવાખાનમાં સારવાર અર્થે આવનારા દર્દીઓને પીવાના પાણી તેમજ અન્ય રીતે વપરાશનાં પાણીની સમસ્યાઓ ઉભી થઇ છે.

મળતી માહિતી અનુસાર આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડાયાલીસીસ યુનિટ કાર્યરત છે. જેમા દર રોજના અંદાજિત પાંચ જેટલાં દર્દીઓ સારવાર હેઠળ રહેતા હોય છે. જે દર્દીઓને ફિલ્ટર પાણીની ખૂબ જરૂરિયાત હોય છે. તેમજ રાત્રી દરમ્યાન રોકાતા વિવિધ રોગોનાં ઘણા દર્દીઓ સહીત ક્વાટર્સમાં રહેનાર કર્મચારીઓને દર રોજના પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર પડતી હોય છે પરંતુ પાણી જ બંધ થતા, દર્દીઓ તેમજ કર્મચારીઓને જરૂરિયાત મુજબ પાણી જ નહી મળતા ભારે મુશ્કેલીઓ વેઠે છે.

સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સાત બોર છે પણ પાણી મળતુ નથી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પાણીની સુવિધા માટે સાત જેટલાં બોર છે. જેમાં 300થી 600 ફૂટ સુધી બોરીંગ કરેલ છે પણ પાણીનું સ્તર નીચું ઉતરી જવાથી કોઈ પણ બોરમાંથી પાણી મળતું ન હોવાનું જાણવા મળેલ છે. એક તરફ બોરમાં પાણીનું સ્તર નીચું ઉતરી ગયેલ છે. તો બીજી તરફ પાણી પુરવઠા યોજનાનું પણ પાણી બંધ હોવાથી પાણીની સમસ્યા ઉભી થઈ છે.

Related Articles

Back to top button