તાપી

ખોડદામાં પુરવઠા યોજનાનું પાણી અનિયમિત આવતા લોકોને પીવાના પાણી માટે વલખા

નિઝર તાલુકામાં કાર્યરત દક્ષિણ નિઝર જૂથ પાણી પુરવઠા યોજનાનું પાણી કેટલાક દિવસોથી ખોડદા ગામમાં અનિયમિત આવતું હોવાથી ગૃહિણીઓને ભર ઉનાળામાં પીવાના પાણી માટે બેડાઓ સાથે ભટકવું પડી રહ્યું છે. ગામના પંચાયત ફળિયાના લોકો પાસેથી મળતી માહિતી મુજબ દિવસોથી નિઝર જૂથ પાણી પુરવઠા યોજનાનું પાણી ફળિયામાં પહોંચ્યું જ નથી. અને બીજી તરફ ગામના અન્ય ફળિયામાં પણ યોજનાનું પાણી અનિયમિત આવી રહ્યું હોવાના લીધે પીવાના પાણી માટે ગૃહિણીઓને બેડાઓ લઇ વલખા મારવાં પડતા હોય છે. ખોડદા ગામમાં પંચાયત ફળિયું, બોનું ફળિયું, ખ્રિસ્તી ફળિયું, નિશાળ ફળિયું, પાડવી ફળિયું, નાઈક ફળિયું, ગ્રામ મંડળ ફળિયાનો સમાવેશ થાય છે.

ઘણા દિવસોથી અમારા ફળિયામાં પાણી પહોંચ્યું જ નથી છેલ્લા ઘણા દિવસોથી અમારા ફળિયામાં પાણી પુરવઠા યોજનાનું પાણી જ પહોંચ્યું નથી. જેથી અમારા ફળિયાની મહિલાઓ પાણી લેવા માટે બેડા લઇને એક સ્થળેથી બીજા સ્થળે જવું પડતું હોય છે.> અજયભાઈ પાડવી, પંચાયત ફળિયા

Related Articles

Back to top button