તાપી

એક તરફ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યના બસમથકોને એરપોર્ટ જેવા સુવિધાસભર બનાવવાની વાતો કરાઇ રહી છે ત્યારે તાપી જિલ્લાના વ્યારાના બસ સ્ટેન્ડનું નવીનીકરણને માંડ એક વર્ષ થયું છે તેની પહેલા વરસાદમાં જ કામગીરીની પોલ ખુલ્લી પડી

એક તરફ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યના બસમથકોને એરપોર્ટ જેવા સુવિધાસભર બનાવવાની વાતો કરાઇ રહી છે ત્યારે તાપી જિલ્લાના વ્યારાના બસ સ્ટેન્ડનું નવીનીકરણને માંડ એક વર્ષ થયું છે તેની પહેલા વરસાદમાં જ કામગીરીની પોલ ખુલ્લી પડી છે. છત અને દિવાલમાંથી પાણી ટપકતા મુસાફરોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. કારણ તાજેતરમાં ભારે વરસાદના કારણે દિલ્હી એરપોર્ટની જે સ્થિતિ થઈ છે, જે લોકોને યાદ આવે છે.

રોજના રાજ્યના અલગ અલગ વિસ્તાર સહિતની 400થી વધુ એસટી બસમાં 15 હજાર જેટલા મુસાફરો અવરજવર છે. સુવિધાના નામે લાખ્ખો રૂપિયાનો વેડફાટ કહી શકાય. કામગીરીમાં વેઠ ઉતારી હોવાનું લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. મુસાફરોએ બસસ્સ્ટેન્ડમાં છત્રી ખોલીને બેસવાનો વારો આવ્યો છે. જ્યારે એસટી બસના કર્મચારીઓના પણ બેહાલ છે. છતમાંથી પાણી ભરાવાના કારણે ભવિષ્યમાં મુસાફરોને માટે જોખમ છે.

તાપી જિલ્લાના મુખ્ય વડા મથક વ્યારામાં એસટી વિભાગે વર્ષ પહેલા જર્જરીત બસ સ્ટેશનને લાખો રૂપિયાના ખર્ચે દિવાલ તેમજ જરૂરી રીનોવેશન અને કલર કામની કામગીરી કરી હતી. પ્રથમ વરસાદમાં જ એસટી વિભાગના રીનોવેશનની નબળી કામગીરી બહાર આવી હતી. બે દિવસ આવેલા સારા એવા વરસાદને લઈને નવા એસટી મથકના દિવાલ પર ઠેર ઠેર પાણી ઉતારવાની સાથે છત પરથી પાણી ટપકવાનું ચાલુ થઈ ગયું હતું.

પાણી ટપકવાને લઈને મુસાફરોએ એસટી બસ સ્ટેન્ડમાં પણ છત્રી ખોલીને બેસવું પડ્યું હતું, સૌથી મહત્વની બાબત અહી મોટા ભાગના શાળા કોલેજના વિદ્યાર્થીઓ એસટી બસમાં જ અભ્યાસ માટે અવર જવર કરતા હોય, દેશના ભાવિ એવા વિધાર્થીઓ માટે બસ સ્ટેન્ડ જર્જરિત થતાં જોખમ વધી ગયું છે. હાલ સ્ટન્ડમાં ચાલવાના પ્લેટફોર્મ પર પણ પાણી ભરાતા હાલાકી વધી ગઈ હતી.બીજી તરફ એસટી વિભાગના કંટ્રોલ ઓફિસ અને પાર્સલ ઓફિસમાં પણ પાણી ભરાઈ જતા એસટી કર્મચારીઓ પણ પાણીના ખાબોચિયામાંથી પસાર થવું પડ્યું હતું.

પાણી ટપકવાના કારણે મુસાફરોના માથે જીવનું જોખમ પણ વધી ગયું છે. વિદ્યાર્થીઓ અને મુસાફરો વરસાદથી બચવા માટે એસ ટી સ્ટેન્ડમાં આવે, પણ અહીં પાણી ટપકતું હોવાને લઈને ખૂબ જ મુશ્કેલી પડે છે. શ્વેતા ગામીત, મુસાફર રીનોવેશન એક વર્ષ પહેલા કરાયું છે. પણ એનો કેટલો ખર્ચો થયો છે તે અમને ખબર નથી. બે દિવસ પહેલા દીવાલો પર પાણી ટપકતું હતું.સાથે પાણી કંટ્રોલરૂમ અને પાર્સલ ઓફિસમાં ભરાયું હતું.હાલ પાછળની લાઈનો સાફ-સફાઈ કરાવી છે .જેને લઇને પાણીનો નિકાલ થયો છે. નરેન્દ્રભાઈ ગામીત કંટ્રોલર

પાણી ટપકવાને લીધે મુસાફરોને બસ સ્ટેશની અંદર પણ છત્રી ખોલીને બેસવાની નોબત આવી છે. ઉપરાંત વાયરીંગ સતત પાણી લાગવાને લીધે કરંટ લાગવાનું તેમજ છત નબળી પડતા ભવિષ્યમાં મોટા જોખમની શક્યતા છે.

Related Articles

Back to top button