રમતગમતવિશ્વ

વેસ્ટ ઈન્ડીઝે ઓસ્ટ્રેલિયાનો ઘમંડ તોડ્યો, 27 વર્ષ બાદ ઐતિહાસિક જીત, વાઈલ્ડ સેલિબ્રેશન કર્યું

વેસ્ટ ઈન્ડીઝે વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં હરાવીને બીજી ટેસ્ટ જીતી લીધી હતી. 27 વર્ષ બાદ વેસ્ટ ઈન્ડીઝે ટેસ્ટ જીતી છે.

  • વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ઘરમાં રોળાયું
  • વેસ્ટ ઈન્ડીઝે 27 વર્ષ બાદ ટેસ્ટ જીતી
  • ઓસ્ટ્રેલિયાનો એક પણ ખેલાડી ન ચાલ્યો 

વેસ્ટ ઈન્ડીઝે ક્રિકેટમાં વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનો ઘમંડ તોડ્યો છે. ગાબાના મેદાનમાં વેસ્ટ ઈન્ડિઝે ઈતિહાસ રચી દીધો છે. રોમાંચક બનેલી બીજી ટેસ્ટ મેચમાં  વેસ્ટ ઈન્ડિઝે 8 રનથી બીજી ટેસ્ટ જીતીને ઓસ્ટ્રેલિયાને હારનો સ્વાદ ચખાડ્યો હતો. ક્રાઇથ બ્રેથવેટની કેપ્ટન્સી હેઠળની વેસ્ટ ઈન્ડિઝ ટીમે 27 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર પહેલો વિજય મેળવ્યો છે. આ પહેલા 1997માં ઓસ્ટ્રેલિયા સામે વેસ્ટ ઈન્ડીઝની જીત થઈ હતી. 216 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 207 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ચોથા દિવસની શરૂઆત ઓસ્ટ્રેલિયા માટે સારી રહી હતી અને સ્ટીવ સ્મિથ અને કેમરુન ગ્રીને મળીને ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. ગ્રીનને 42 રનના સ્કોર પર શમર જોસેફે ક્લીન આઉટ કરી પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ પછી પછીના બોલ પર શામારે ટ્રેવિસ હેડને આઉટ કરતાં કાંગારુ કેમ્પમાં ખળભળાટ મચ્યો હતો.

શમર જોસેફે સાત વિકેટ ઝડપી હતી

મિચેલ માર્શ પણ કોઈ દમ દેખાડી શક્યો નહોતો અને તેણે માત્ર 10 રન બનાવ્યા હતા. એલેક્સ કેરી એક શાનદાર બોલ પર શમર જોસેફની બોલિંગમાં ક્લીન બોલ્ડ થયો હતો. મિચેલ માર્શે 21 રનનું યોગદાન આપ્યું હતુ અને તે જોસેફનો ચોથો શિકાર બન્યો. કેપ્ટન પેટ કમિન્સ માત્ર 2 રન જ બનાવી શક્યો હતો, જ્યારે નાથન લિયોને પણ માત્ર 9 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી શમર જોસેફે ઘાતક બોલિંગ કરતાં ચોથી ઈનિંગમાં સાત વિકેટ ઝડપી હતી.

સ્ટીવ સ્મિથની આ ઈનિંગ નિરર્થક ગઈ

સ્ટીવ સ્મિથ એક છેડે ઓસ્ટ્રેલિયા વતી એકલા હાથે લડતો જોવા મળ્યો. જોકે 91 રનની શાનદાર ઈનિંગ રમવા છતાં સ્મિથ કાંગારુ ટીમને જીતાડવામાં નિષ્ફળ રહ્યો હતો. આમ ઓસ્ટ્રેલિયાને પોતાની જ ધરતી પર હારનો સામનો કરવો પડ્યો હતો.

વિન્ડીઝ ક્રિકેટરોનું વાઈલ્ડ સેલિબ્રેશન

ઐતિહાસિક જીત બાદ વેસ્ટ ઈન્ડીઝના ક્રિકેટરોએ વાઈલ્ડ સેલિબ્રેશન કર્યું હતું જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button