સંપાદકીય

તમારો મત કોઈ પહેલાં જ નાખી ગયુ હોય તો શું કરી શકાય?

એક જવાબદાર નાગરિક તરીકે તમે મતદાનના દિવસે મત આપવા પહોંચ્યા અને તમને તરત જ ખબર પડે છે કે તમારો મત તો કોઈ પહેલાંથી જ આપી ગયુ છે. અલબત્ત, તમે ચોંકી જશો!

આવી ઘટનાને કલમ 49(પી)ના અંતર્ગત મતચોરી થઈ હોવાનું કહેવામાં આવે છે. ચૂંટણીપંચે વર્ષ 1961માં આ કલમને સુધારી સામેલ કરી હતી.

જો તમારો મત ચોરી થઈ જાય તો તમે શું કરશો અને આ સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ?

અમે તમને જણાવીએ કે આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ.

હકીકતમાં, ભારતીય ચૂંટણી આચાર અધિનિયમ-1961ની કલમ 49P હેઠળ આવી સ્થિતિ માટે જોગવાઈઓ કરવામાં આવી છે. જેથી વાસ્તવિક મતદારે નિરાશ ન થવું પડે.

જો તમે તમારો મત આપતા પહેલાં કોઈએ તમારો મત આપ્યો હોય, તો તમે તેની વિરુદ્ધ મતદાનમથકના પ્રિસાઇડિંગ ઑફિસરને અપીલ કરી શકો છો.

તમારે માત્ર એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, તમે જ સાચા મતદાર છો. આ સાબિત કરવા માટે તમારી પાસે ચૂંટણીપંચ દ્વારા જારી કરાયેલ મતદાર ઓળખપત્ર અને બૂથ સ્લિપ હોવી જોઈએ.

આ સિવાય પ્રિસાઇડિંગ ઑફિસર તમને કેટલાક પ્રશ્નો પૂછી શકે છે. તે પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવાથી પ્રમુખ અધિકારી તમને તમારો મત આપવા માટે પરવાનગી આપી શકે છે.

અહીં એ જાણવું પણ જરૂરી છે કે, જો તમારી ફરિયાદ ખોટી હોવાનું જાણવા મળે તો પ્રિસાઇડિંગ ઑફિસર તમારી વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી શકે છે.

જોકે, જો આમ થશે તો તમે ઈવીએમ મશીનમાં તમારો વોટ નાંખી નહીં શકો. જોકે, બૅલેટ પેપર દ્વારા તમારો મત આપી શકશો. આ પ્રક્રિયાને ટૅન્ડર વોટ પણ કહેવાય છે.

કઈ રીતે વોટ નાખી શકાય?

તમને જે બૅલેટ પેપર મળશે તેમાં તમામ ઉમેદવારોનાં નામ અને ચૂંટણીચિહ્નો હશે. તમારે તમારી પસંદગીના ઉમેદવારની સામે ક્રૉસ માર્ક લગાવીને તમારો મત આપવાનો રહેશે.

આ પછી, તમારે બૅલેટ પેપરને ફોલ્ડ કરવું પડશે અને તેને પ્રિસાઇડિંગ ઑફિસરને સોંપવું પડશે. તેઓ તેને એક પરબીડિયામાં મૂકીને અલગ બૉક્સમાં રાખશે.

અહીં એ જાણવું પણ રસપ્રદ છે કે તમારો મત તમને તમારા લોકતાંત્રિક અધિકારો પૂરા કર્યાનો સંતોષ જ આપી શકે છે. આ વોટ ચૂંટણીમાં જીત કે હાર નક્કી નહીં કરે. કારણ કે ટેન્ડર મતો ક્યારેય ગણાતા નથી.

કયા સંજોગોમાં ટેન્ડર મતોની ગણતરી કરવામાં આવે છે?

ભારતના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એન. ગોપાલસ્વામીએ ટેન્ડર વોટ વિશે જણાવ્યું હતું કે ભારતીય ચૂંટણી આચરણ અધિનિયમ-1961 હેઠળ 49Pની જોગવાઈમાં આવા મત નાખવાની જોગવાઈ છે. પરંતુ ગોપાલસ્વામીએ એ પણ સ્પષ્ટતા કરી છે કે, જો બે ઉમેદવારોને સમાન મતો મળે તો પણ ટેન્ડર કરાયેલા મતોની ગણતરી કરવામાં આવતી નથી.

તેમના મતે, “આવી સ્થિતિમાં, વિજેતાનો નિર્ણય ટૉસ દ્વારા કરવામાં આવે છે. જે ઉમેદવાર ટૉસ જીતે છે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. જે ઉમેદવાર હારે તેની પાસે કોર્ટમાં જવાનો વિકલ્પ છે. તેમની અપીલમાં તે ટેન્ડર મતો તરફ કોર્ટનું ધ્યાન ખેંચી શકે છે અને દાવો કરી શકે છે કે આ મત તેમની તરફેણમાં હશે.”

આવી સ્થિતિમાં શું થશે? આ જાણવું પણ ખૂબ જ રસપ્રદ છે.

મતદાન મથકના પ્રિસાઇડિંગ ઑફિસર પુષ્ટિ કરી છે કે તમે સાચા મતદાર છો, તેથી ઈવીએમમાં પડેલા મતને બૉગસ મત ગણવામાં આવશે. તેથી કોર્ટ બૉગસ મતો શોધવાનો આદેશ આપી શકે છે.

આવી સ્થિતિમાં ચૂંટણીપંચ ફૉર્મ-17A દસ્તાવેજ ખોલશે, જેમાં મતદાન કરનારા મતદારોની વિગતવાર માહિતી હોય છે. દરેક મતવિસ્તારના રિટર્નિંગ ઑફિસર પાસે ફોર્મ-17A હોય છે.

ટેન્ડર મત અને ચૂંટણી પરિણામો

સંસદીય ચૂંટણીઓમાં જિલ્લા મૅજિસ્ટ્રેટ સામાન્ય રીતે રિટર્નિંગ ઑફિસર હોય છે. એટલે કે ફોર્મ-17A પરથી જાણી શકાય છે કે તમારો વોટ ક્યારે અને કયા સિરિયલ નંબર સાથે પડ્યો હતો. સિરિયલ નંબરની ઓળખ પછી બૉગસ વોટ કાઢી નાખવામાં આવશે એટલે કે બૉગસ વોટ દૂર કર્યા પછી જેને વધુ મત મળશે તેને વિજેતા જાહેર કરવામાં આવશે.

અહીં એ જાણવું રસપ્રદ છે કે સીલબંધ ફોર્મ-17A કોર્ટના આદેશ વિના અન્ય કોઈ કારણસર ખોલી શકાય નહીં.

જો કોઈ મતવિસ્તારમાં જીત કે હારનું અંતર ઘણું મોટું હોય તો કોઈ ટેન્ડર થયેલા મતો પર ધ્યાન આપતું નથી. પરંતુ જો ટૉસ દ્વારા અથવા મતોની ગણતરી દ્વારા વિજેતા નક્કી કરવામાં આવે તો હારેલા ઉમેદવાર ટેન્ડર થયેલ મતોને ટાંકીને કોર્ટમાં અપીલ કરી શકે.

આવી સ્થિતિમાં ટેન્ડર વોટ દ્વારા માત્ર બૉગસ મતોની ઓળખ કરવામાં આવે છે. તેને ગણતરીમાંથી કાઢી નાખવામાં આવે છે. તેનો અર્થ એ છે કે એક વાત સ્પષ્ટ છે કે અહીં પણ ટેન્ડર કરાયેલા મતોની ગણતરી કરવામાં આવતી નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button