તાપી

સોનગઢ તાલુકાના ઉખલદા પ્રા.શાળામાં શૌચાલયની દિવાલ તૂટી પડતા 3 બાળકો ઘવાયા

શાળા શરૂ થવા પૂર્વે પટાંગણમાં બાળકો રમી રહ્યા હતા ત્યારે અચાનક દિવાલ કડકભૂસ થઇ

સોનગઢ તાલુકાના ઉખલદા ગામ ની પ્રાથમિક શાળા માં આવેલ બાથરૂમ ની દીવાલ ધરાશાયી થઈ હતી. દિવાલ ધરાશાયી થવાને લઈ ધોરણ 3 માં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થી ને વધતી ઓછી ઈજા પોહચી હતી.જોકે બાળકોને પ્રાથમિક સારવાર બાદ વ્યારા ખાતે સિવિલમાં લવાયા હતા.

તાપી જીલ્લાના સોનગઢ તાલુકા ના ઉખલદા પટેલ ફળિયામાં આવેલી ધોરણ 1 થી 5 સુધીની પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં કુલ 47 વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં અભ્યાસનો સમય બપોરની હોય પરંતુ કેટલાક બાળકો શાળાએ વેહલાં આવે શાળા પટાંગણમાં રમતો રમી રહ્યા હતા. તે દરમિયાન સવારે આશરે 9 થી 10 વાગ્યાનાં અરસામાં શાળાનાં પટાંગણમાં અત્યંત જર્જરીત ટોયલેટની દીવાલ અચાનક ધસી પડતા ત્યાં આસપાસ રહેલા વિદ્યાર્થીઓ ખસી જતા બચી ગયા હતા જ્યારે દિવાલ પડવાના સમયે ત્રણ જેટલા વિદ્યાર્થીઓ ત્યાં જ રહી જતા તેમના પર દિવાલ પડવાને લઈ ત્રણ વિદ્યાર્થીઓ ને વધતી ઓછી ઇજા પહોંચી હતી.

બાળકોને સ્થાનિક સારવાર આપ્યા બાદ વધુ તપાસ અર્થે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્રણ વિધ્યાર્થીઓ પૈકી એકને વધું ઇજા થઈ હોવાનું જાણવા મળ્યુ છે. જો કે શાળા જર્જરીત દિવાલને લઈને આચાર્ય અને શિક્ષકોએ શિક્ષણ વિભાગ તંત્રનું ધ્યાન અગાઉથી દોરી યોગ્ય આયોજન કરવું જરૂરી હતું. જો આમ થયું હોત તો કદાચ આ ઘટના બનતા અટકી શકી હોત. ધોરણ ત્રણના ત્રણ વિદ્યાર્થીઓને ઈજા પહોંચી. સોનગઢ તાલુકાના ઉખલડા ગામે આવેલી પ્રાથમિક શાળામાં આજરોજ દિવાલ પડી જવાની ઘટનામાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતા ત્રણ જેટલા વિદ્યાર્થીઓને વધતી, ઓછી ઇજા પહોંચી હતી.

શાળા ના ધોરણ ત્રણ માં અભ્યાસ કરતા દીપકકુમાર તેજસભાઇ ચૌધરી, ઝીલકુમાર ભાવેશભાઇ ચૌધરી, યશવીરકુમાર મનીષભાઇ ચૌધરી ( 7 વર્ષ)નો સમાવેશ થાય છે. ગ્રામજનો સાથે મિટિંગ યોજી એક્સપ્રેસ વેની બંને તરફ લિંક રોડ તેમજ મોટું ગરનાળું તેમજ વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવી આપવાની માંગ કરી હતી. જે મામલે હાઈવે ઓથોરિટીના અધિકારીએ ગ્રામજનોને ખાત્રી આપી હતી કે એક મહિનામાં ગરનાળુ તેમજ બંને તરફ લિંક રોડ તેમજ લિંક રોડની બંને તરફ વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવી અપાશે. મિટિંગમાં મોટી સંખ્યામાં ગામની મહિલાઓ પણ મિટિંગમાં જોડાઈ હતી.

તાપી જિલ્લામાં અન્ય કેટલીક શાળાઓમાં પણ દીવાલોથી લઈને શૌચાલય જર્જરિત અવસ્થામાં પહોંચ્યા હોય ત્યારે વિદ્યાર્થીઓ સાથે આવા અકસ્માતો ન સર્જે તે પહેલા જર્જરીત દિવાલો, ઓરડા સહિતની અન્ય બાબતે સરવે કરી યોગ્ય નિરાકરણ કરવું જરૂરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button