ગુનોનર્મદા

રાજપીપળામાં સગાઇ તૂટી જતાં યુવકે યુવતી સાથે વારંવાર ખરાબ વ્યવહાર કરતા યુવતી પોલીસના સહારે

આરોપી યુવાન સામે પોલીસે ગુનો નોંધી તપાસ આદરી

નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાનાં લીમડા ચોક વિસ્તારમાં સગાઈ તૂટ્યા બાદ યુવકે યુવતીને માર મારી જાતિ વિષયક અપમાનજનક અપશબ્દો બોલતા યુવક સામે ફરિયાદ થઈ છે.નર્મદા જિલ્લાના એક ગામમાં રહેતી યુવતીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેની સગાઇ નાના પાટણા ગામના અશ્વિન માછી સાથે 6 મહિના પહેલા થઇ હતી. પરંતુ અશ્વિન એ છેલ્લા ૩ મહીનાથી વ્યવહાર બદલી નાખી તેની મારઝૂડ કરતો હતો જેથી ફરિયાદી બહેને સગાઇ તોડી નાખી હતી. આ બાબતની રીસ રાખી આરોપી તેને વારંવાર હેરાનગતિ કરતો હતો.

યુવતી એકટીવા લઇને જઇ રહી હતી ત્યારે તેને અટકાવી વાળ ખેંચી નીચે પાડી દઇ કમરથી પકડી લઇને મારી સાથે સગાઇ કેમ તોડી નાખી કહી અપશબ્દો બોલ્યો હતો. આટલેથી નહિ અટકતા આરોપીએ પેઢાના ભાગે તેમજ કપાળના ભાગે લાતો મારી ફેકચર અને ઇજાઓ કરી હતી.

વધુમાં તેને છોડાવવા માટે વચ્ચે પડેલ નિર્મળા વસાવાને પણ ગાળો તેમજ ગુન્હાહીત ધમકી આપી ગુનો કરતા રાજપીપળા પોલીસે અશ્વિન માછી વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. ફરિયાદી યુવતી અનુસૂચિત જાતિની છે અને તેણે અન્ય જ્ઞાતિના યુવક સાથે સગાઇ કરી હતી પણ 6 મહિનામાં જ યુવાને પોતાનું પોત પ્રકાશ્યું હતું અને તેની સાથે ઝગડા શરૂ કરી દીધાં હતાં. અંતે મામલો સગાઇ તુટવા સુધી પહોંચી ગયો અને આખી ઘટના બની હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button