તાપી

વ્યારા તાલુકાના ડુંગર ગામ ખાતે પાણી પુરવઠાના ભૂગર્ભ ટાંકામાં ક્યારે પાણી પાડવામાં આવશે?

ગુજરાત પાણી પુરવઠા બોર્ડ કચેરી વ્યારા તરફથી ડુંગર ગામે ભૂગર્ભ ટાંકો બનાવી વીજ જોડાણ આપી ઘર ઘર નળ કનેક્શનનું પણ આયોજન કરવામાં આવ્યું પરંતુ લોકોના ઘર સુધી પાણી પહોંચતું નથી.


પ્રાપ્ત માહિતી અનુસાર, તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં ડુંગર ગામ ખાતે અગાઉના વર્ષોમાં ગુજરાત પાણી પુરવઠા બોર્ડ કચેરી વ્યારા તરફથી ઈજારેદારને ઇજારો આપી ભૂગર્ભ ટાંકો બનાવી ભૂગર્ભ ટાંકામાં બહારથી પાણી એકત્ર કરી ત્યાં સંપમાંથી એકત્ર થયેલ પાણીને લોકોના “હર ઘર નળ” યોજના હેઠળ પાણી પહોંચાડવાનું હતું તેમજ તે સંપને લગત હવાડાઓમાં પાણી ભરવાનું હતું પરંતુ આજ સુધી ત્યાં જે તે અવસ્થામાં વીજ જોડાણ પણ લીધેલ હોવા છતાં તે સંપમાં પાણી આપવામાં આવ્યા નથી તેમ જ લોકોને ઘર ઘર નળ જોડાણ આપવામાં આવેલ છે. તે નળ જોડાણ સુધી પાણી પહોંચતું નથી અને ઘર ઘર સુધી પાણી પહોંચી શક્યું નથી શોભાના ગાંઠીયા સમાન ઘર ઘર નળ કનેક્શન આપવામાં આવ્યા છે. જે ભ્રષ્ટાચારનો પુરાવો ત્યાં મોજુદ છે.
હકીકત એવી છે, કે એક જાગૃત વ્યક્તિ મારફત વ્યારા તાલુકામાં ગુજરાત પાણી પુરવઠા બોર્ડ કચેરી વ્યારા તરફથી બનાવેલા ભૂગર્ભ સંપોની માહિતી માંગવામાં આવી હતી. તેમજ બંધ હાલતમાં કેટલા ભૂગર્ભ સંપો પડેલા છે. તેની માહિતી માંગવામાં આવી હતી. ત્યારે તે માહિતીના જવાબમાં બનાવેલ ભૂગર્ભ સંપોની યાદી આપવામાં આવી હતી. પરંતુ માંગેલ માહિતીના મુદ્દામાં કેટલા સંપોમાં પાણી પડે છે. તેની પણ માહિતી માંગવામાં આવી હતી. ત્યારે ફક્ત તેઓએ બનાવ્યાની યાદી આપી તેઓને ચાલુ બતાવવામાં આવ્યા છે. ત્યારે વિકાસના નામે કૌભાંડ આચારવામાં આવી રહ્યા હોવાનું બહાર આવી રહ્યું છે. જ્યારે કામ પૂરું થયાનું NOC આપ્યા પછી બિલ બનાવવામાં આવતા હોય અને જે તે ઇજારદારને બિલ પેટે નાણાંની ચુકવણી કરવામા આવતી હોય. પરંતુ જવાબદાર નાયબ કાર્યપાલ ઇજનેર યાંત્રિક વિભાગ જેવો પણ જવાબદાર હોય જેઓએ તપાસ કર્યા વગર જો બિલ બનાવી નાણાં ચૂકવી દીધા હોય જેવો પણ સંપૂર્ણ જવાબદાર ઠરે છે.
ત્યારે વધુમાં વ્યારા તાલુકાની અંદર સમાવિષ્ટ ગામડાઓમાં આજ સુધી વ્યારા પાણી પુરવઠા કચેરી યાંત્રિક વિભાગ તરફથી હેન્ડ પંપ વિથ બોર કેટલા કરવામાં આવ્યા તેની માહિતી માંગવામાં આવી હતી ત્યારે તેની સામે યાંત્રિક વિભાગે કુલ ૧૭ હજાર થી ઉપરના બોરો કરવામાં આવ્યા હોવાના દાવો કરેલ છે. તેની સામે આજ સુધી 17,000 થી ઉપરના બોરો ચાલુ હોવાનું બતાવે છે. ત્યારે વ્યારા તાલુકાના આંબીયા ગામની ટ્રાન્સપરન્સી ન્યુઝ તરફથી જાત તપાસ કરી સર્વે કરતા પાંચથી વધુ ગુજરાત પાણી પુરવઠા બોર્ડના બોર બગડેલી હાલતમાં પડ્યા છે જેનો પુરાવો પણ સામે આવ્યો છે.
ત્યારે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ કચેરી ગાંધીનગર આ કચેરીના ભ્રષ્ટાચાર સામે જીણવટ ભરી જેઓએ કરેલ હેન્ડપંપો તેમજ ભૂગર્ભ સંપો કેટલા ચાલુ છે અને કેટલા બંધ હાલતમાં પડેલા છે તેનું ક્રોસ ચેકીંગ કરાવે અને ભ્રષ્ટાચાર કરનાર સામે સખત કાર્યવાહી કરવામાં આવે અને ડુંગર ગામ ને વહેલી તકે પાણી મળતું થાય તેવું ડુંગર ગામના સ્થાનિક લોકોની માંગણી ઉઠવા પામી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button