વિશ્વ

પહેલી જાન્યુઆરીએ જ કેમ ઉજવવામાં આવે છે ન્યૂયર?

ક્યારે અને કોણે કરાવી હતી શરૂઆત, જાણો શું છે રહસ્ય

  • નવા વર્ષની શરૂઆત 
  • ઇસુ ખ્રિસ્ત જન્મ
  • સુર્ય અથવા ચંદ્રની ગણતરી

2023 સમાપ્ત થવા જઇ રહ્યું છે. નવા વર્ષની શરૂઆત થવાની છે. હાલ તેની જબરદસ્ત તૈયારીઓ ચાલી રહી છે પણ શું તમે જાણો છો કે 1 જાન્યુઆરીનાં રોજ કેમ નવું વર્ષ મનાવવામાં આવે છે.

રોમન સરમુખત્યાર જુલિયસ સીઝર

સૌપ્રથમ નવા વર્ષની શરૂઆત 45 BCEમાં થઈ હતી. તે પહેલા રોમન કેલેન્ડર માર્ચ મહિનાથી શરૂ થતું હતું અને વર્ષ 355 દિવસનું હતું. રોમન સરમુખત્યાર જુલિયસ સીઝરે આ કેલેન્ડરમાં  બદલાવ કર્યા. જુલિયસ સીઝરે 1 જાન્યુઆરીને વર્ષનો પ્રથમ દિવસ જાહેર કર્યો. જો કે યુરોપના ઘણા રાજ્યોએ તેને 16મી સદીના મધ્ય સુધી સ્વીકાર કર્યું ન હતું, પરતું ખ્રિસ્તી ધર્મનાં આગમન પછી લોકોનાં વિચારોમાં પરિવર્તન થયું.

ઇસુ ખ્રિસ્ત જન્મ

25 ડિસેમ્બરનાં રોજ ઇસુ ખ્રિસ્તનાં જન્મ પછી, 1 જાન્યુઆરીને નવા વર્ષ તરીકે ઉજવવાનું શરૂ થયું. આવું ત્યારે થયું જ્યારે પોપ ગ્રેગરીએ જુલિયન કેલેન્ડરમાં સુધારો કર્યો અને જાન્યુઆરીના પ્રથમ દિવસને નવું વર્ષ જાહેર કર્યું. એવું પણ માનવામાં આવે છે કે 4000 વર્ષ પહેલા, પ્રાચીન બેબીલોનીયન સંસ્કૃતિ સમયે નવું વર્ષ 11 દિવસ સુધી ઉજજવામાં આવતું હતું. આ ઉજવણીને Akitu કહેવામાં આવતી. જેમાં દરરોજ નવી વિધિઓ અને રિવાજો હતા.

સુર્ય અથવા ચંદ્રની ગણતરી

કોઈપણ કેલેન્ડરને સુર્ય અથવા ચંદ્રની ગણતરી મુજબ બનાવવામાં આવે છે. ગ્રેગોરિયન કેલેન્ડર સૂર્ય ચક્ર પર આધારિત છે. આ કેલેન્ડરનો ઉપયોગ મોટાભાગના દેશોમાં થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button