નર્મદા
સોરાપાડા પ્રા.શાળાની વિદ્યાર્થિની બાળવાર્તા સ્પર્ધામાં વિજેતા
![](http://transparencynews.in/wp-content/uploads/2023/09/winner-of-sorapada.webp)
GCERT પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નર્મદા (રાજપીપળા) દ્વારા આયોજિત બાળવાર્તા સ્પર્ધામાં સાગબારાની સોરાપાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની માર્ગી ભાવેશ પટેલે સમગ્ર નર્મદા જિલ્લા કક્ષાએ બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે માર્ગી પટેલે ગત મહિને તાલુકા કક્ષાએ યોજાયેલ બાળવાર્તા સ્પર્ધામાં સાગબારા તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.