તાપી

સોનગઢ વ્યારા નેશનલ હાઇવે પર પોખરણ ગામ નજીક એક કાર ચાલકે બાઈકને અડફેટમાં લેતા બાઈક સવાર દંપતી પૈકી પત્નીનું મોત

સોનગઢ વ્યારા નેશનલ હાઇવે પર પોખરણ ગામ નજીક એક કાર ચાલકે બાઈક ને અડફેટ માં લેતા બાઈક સવાર દંપતી પૈકી પત્ની નું મોત થયું હતું અને પતિને ગંભીર ઇજા થઇ હતી જ્યારે તેમનાં બે વર્ષીય બાળકનો બચાવ થયો હતો.

આ અકસ્માત અંગે મળેલી વિગત મુજબ મૂળ નિઝર તાલુકાના કાલીઆંબા ગામના નિશાળ ફળિયામાં રહેતાં અભિષેક શરદ ભાઈ વસાવે (21) હાલ પત્ની અને ભાઈ સાથે સુરત નજીક ના લક્ષ્મી નગર વેડ રોડ ઉતરાણ ગામે રહેતાં આવ્યાં છે અને તેઓ ખેત મજૂરી કરી જીવન ગુજરાન ચલાવે છે. અભિષેક ભાઈ ગત બે દિવસ પહેલાં પત્ની શીતલબહેન વસાવે અને બે વર્ષીય બાળકને બાઈક પર બેસાડી કોઈ કામ અર્થે વતનના ગામ ગયાં હતાં. ત્યાંથી તેઓ ગત રોજ સવારના સમયે પોતાની બાઈક કે જેનો નંબર GJ-05-GH-7172 છે તેની પર પત્ની અને બાળકને બેસાડી પરત સુરત તરફ જવા નીકળ્યાં હતાં. આ બાઈક હાઇવે પર સોનગઢથી વ્યારા ટ્રેક પર પોખરણ ગામની સીમમાં થઈ પસાર થતી હતી ત્યારે એક પેટ્રોલ પંપની સામે યુ ટર્નના કટ પાસે સામેથી પૂરઝડપે આવેલી એક ઇકો કાર નંબર GJ-05-RK-1572 ના ચાલકે પોતાની કાર પૂરઝડપે હંકારી અભિષેકભાઈની બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો અને બાઈક ચાલક અને તેમના પત્ની તથા બાળક રોડ પર ફેંકાઈ ગયાં હતાં. આ અકસ્માતમાં ગંભીર ઇજા પામેલાં દંપતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં શીતલબહેન વસાવાનું મોત નીપજ્યું હતું જ્યારે અભિષેકભાઈને પગમાં અને શરીરે ગંભીર ઇજા થતાં તેમને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં છે. આ બનાવમાં તેમના બે વર્ષીય બાળકને સામાન્ય ઘસરકો આવવા સાથે ચમત્કારિક બચાવ થયો હતો. આ અકસ્માત અંગે સોનગઢ પોલીસ મથકે અતુલભાઈ વસાવેએ અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ આપતાં સોનગઢ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

Related Articles

Back to top button