ગુજરાત

પરસોતમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની નવી રણનીતિ, રાજકોટથી આટલી મહિલાઓ નોંધાવશે ઉમેદવારી

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલાની મુશ્કેલીનો અંત નથી આવી રહ્યો. પરષોત્તમ રુપાલાને ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરવી ખુબ ભારે પડી રહ્યો છે ક્ષત્રિય સમાજે પરષોત્તમ રુપાલાની ટિકિટ પાછી ખેંચવા પર અડગ છે. ત્યારે પરષોત્તમ રુપાલની સામે ક્ષત્રિયાનીઓએ પણ મોરચો માંડ્યો છે. ઉગ્ર રજુઆત બાદ પણ તેમની માંગ નહીં સ્વીકારાતા પરસોતમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ નવી રણનીતિ બનાવી છે.

તૃપ્તિબા રાઓલએ કરી મોટી જાહેરાત

રાજપુત- ક્ષત્રિય સમાજે પરષોત્તમ રુપાલા સામે મોરચો માંડ્યો છે કોઈ પણ કિંમતે પરષોત્તમ રુપાલાની ઉમેદવારી પાછી ખેંચાય તેના માટે ક્ષત્રિય સમાજની મહિલાઓ મેદાનમા આવી છે. પરષોત્તમ રુપાલાની ટિકિટ કોઈ પણ કિંમતે રદ કરવામા આવે અને તેમની જગ્યાએ કોઈને પણ ઉમેદવાર બનાવવામા આવે તેના માટે ઉગ્ર રજુઆત કરી રહ્યા હતા પરંતુ આજે પરષોત્તમ રુપાલાએ નિવેદન આપ્યુ કે રાજકોટ સીટ પર ઉમેદવાર બદલવામા આવશે નહીં. ત્યારે પરસોતમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓની નવી રણનીતિ બનાવી છે. રાજકોટ લોકસભા બેઠક પરથી એક સાથે 100 ક્ષત્રિયાણીઓ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે. આ અંગે રાજપૂત સમાજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઓલએ (truptiba raol) જાહેરાત કરી છે.

100 થી વધુ બહેનો નોંધાવશે ઉમેદવારી

તૃપ્તિબા રાઓલએ જણાવ્યું કે, પરષોત્તમ રુપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની બહેનોનું પણ મહાસંમેલન યોજાશે. અને આનો ક્યાં સુધી અંત આવશે તે કંઈ નક્કી નથી. ત્યારે અમે 100 બહેનો લોકસભાનું નામાંકન ભરશે, 100 સંખ્યા તો હુ મારી રીતે આપુ છે આ એક યજ્ઞ છે તેમાં રાજપુત સમાજની દરેક બહેનો પોતાની આહુતી આપી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button