દક્ષિણ ગુજરાતમાંડવીસુરત

માંડવી તાલુકાના પાતલ ગામે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઇ

આદિવાસીઓના રૂઢી રીત રિવાજ મુજબના પહેરવેશ સાથે આદિવાસી જાતિના લોકો ટોળેટોળા સાથે ઉમટી પડ્યા. પાતલના આંગણે યાદગાર દિવસ મનાવ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત જિલ્લાના માંડવી તાલુકામાં સમાવિષ્ટ પાતલ ગામે બી.ટી.એસ ના અગ્રણી જીગ્નેશભાઈ મકવાણા દ્વારા પાતલ ગામે જેઓ છેલ્લા ઘણા સમયથી આદિવાસીઓના હિતનું વિચારી આદિવાસીઓના શરણે રહી આદિવાસીઓની નાની મોટી મુશ્કેલીઓમાં સંકટના સમયે જે બનાવના સ્થળે હાજર રહી મુશ્કેલીના સમયે સહકાર આપી ન્યાય મળે ત્યાં સુધીની જવાબદારી અદા કરી રહ્યા છે. અને આગળ ચાલનાર બીટીએસના અગ્રણી એવા જીગ્નેશભાઈ મકવાણા જેઓ એ રાત દિવસ તનતોડ મહેનત કરી માંડવી તાલુકાના પાતલ ગામે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસનો ભવ્ય ઉજવણી થાય તેવું આયોજન કર્યું હતું.
માંડવીના પાતલ ગામે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેઓએ પોતપોતાની રૂડી રીત રિવાજ મુજબના પહેરવાસ પહેરીને નાચ સાથે રૂડી રીત રિવાજ મુજબ સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ કર્યા હતા. સાથે સાથ સમાજના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગામના આગેવાનો વડીલો નવ યુવાનો તેમજ લાકડીના ટેકે ચાલતા ચાલતા ઘરમાંથી બહાર નીકળી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નાચ ગાન સાથે જોવા લોકો ઉમટી પડ્યા હતા. આદિવાસી દિવસના સાંસ્કૃતિક પ્રોગ્રામ બાદ ડીજેના તાલે નાચ ગાન સાથે ભવ્ય ઉજવણીના અંતે બીટીએસના અગ્રણી તેમજ તેના હોદ્દેદારો તરફથી વધુમાં જણાવ્યું હતું કે જ્યારે સમાજને વિપતી આવી પડે ત્યારે આદિવાસી ગમે તેવા સંકટમાં હોય પણ બીટીએસ સદાના માટે આગળ આવશે અને ન્યાય અપાવવામાં મદદગાર બનશે તેવું પણ આહવાન કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button