દક્ષિણ ગુજરાતનર્મદારાજનીતિ

રાજપીપળા – દેડિયાપાડામાં આજે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી

સરકારી ઉજવણીમાં બે મંત્રી આવશે, સમાજ મૌન રેલી કાઢશે

રાજપીપળા નર્મદા જિલ્લાના નાંદોદ અને દેડિયાપાડા ખાતે બે મંત્રીઓની ઉપસ્થિતિમાં આદિવાસીઓ દ્વારા વિશાળ સંખ્યામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. સરકાર દ્વારા ભવ્ય ઉજવણી સાથે આદિવાસી સમાજ પણ કાળા કપડાં પહેરી, કાળી પટ્ટી ધારણ કરી મૌન રેલી કરનાર છે. ત્યારે ઘર્ષણ ના ઉભું થાય એ માટે નર્મદા પોલીસ દ્વારા સજ્જડ બંધોબસ્ત ગોઠવી દીધો છે.

રાજપીપલા ખાતે આદિવસી એકતા પરિષદ અને આદિવાસી સમાજ દ્વારા નંદરાજા ની પ્રતિમા થી મૌન રેલી સવારે 11 કલાકે નીકળશે જેમાં પાલિકા પૂર્વ પ્રમુખ અને હાલના સભ્ય ભરતભાઈ વસાવા, ડો શાંતિકાર વસાવા ની આગેવાનીમાં 5 હજાર થી વધુ ની જનસંખ્યામાં આદિવાસી સમાજ ના લોકો જોડાશે, જયારે ડેડીયાપાડા ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં પીઠા ગ્રાઉન્ડ ખાતે 50 હજાર ની જનમેદની વચ્ચે કાલી પટ્ટી ધારણ કરી ને ઉજવણી કરશે બીજી રીતે સરકાર વિરોધી દેખાવો કરી આદિવસીઓ પર અત્યાચાર થતો સરકાર અટકાવે અને UCC મુદ્દો રદ કરે તેવી માગ કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button